'છેલ્લો દિવસ'ની સફળતા બાદ 'શું થયુ?'નું ટ્રેલર રીલિઝ, ફરી જોવા મળશે 4 મિત્રોની વાર્તા

'છેલ્લો દિવસ'ના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક ફરી પોતાની એ જ ટીમ સાથે ગુજરાતી ફિલ્મ 'શું થયું' લઇને આવ્યા છે

divyabhaskar.com | Updated - Aug 02, 2018, 01:16 PM
malhar thakar next gujarati film shu thayu will released on 24th august

અમદાવાદ: 'છેલ્લો દિવસ'ના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક ફરી પોતાની એ જ ટીમ સાથે ગુજરાતી ફિલ્મ 'શું થયું' લઇને આવ્યા છે. ફિલ્મ 'શું થયુ'નું ટ્રેલર લોન્ચ પહેલી ઓગસ્ટના રોજ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર સિવાય ફિલ્મની પૂરી સ્ટાર-કાસ્ટ, ડિરેક્ટર તથા પ્રોડ્યુસર હાજર રહ્યાં હતાં. મલ્હાર ઠાકર હાલમાં કેનેડા હોવાથી તે આવી શક્યો નહોતો.


24 ઓગસ્ટે થશે રીલિઝઃ
'શું થયું' ફિલ્મ 24 ઓગસ્ટનાં રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત 28 લોકેશન પર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ 32 દિવસ સુધી ચાલ્યું હતું.


આ છે સ્ટાર-કાસ્ટઃ
ડિરેક્ટર કૃષ્મદેવ યાજ્ઞિકની ફિલ્મમાં મલ્હાર ઠાકર, કિંજર રાજપરીયા, મિત્ર ગઢવી, નેત્રી ત્રિવેદી, યશ સોની છે. જ્યારે આ ફિલ્મને વિશાલ શાહે પ્રોડ્યુસ કરી છે.


આવી છે ફિલ્મની વાર્તાઃ
મનન (મલ્હાર ઠાકર) દિપાલી (કિંજલ રાજપરીયા) જોડે લગ્ન કરવા માટે તેના પેરેન્ટ્સને મનાવે છે. લગ્નની તૈયારી શરૂ થાય છે પરંતુ તેના મિત્રો સાથે ક્રિકેટ રમતા સમયે તે ઇજાગ્રસ્ત થાય છે અને પોતાની 2 વર્ષની યાદશક્તિ ગુમાવી બેસે છે. મનન એક જ વાક્ય વારંવાર વાગોળતો હોય છે અને તેના મિત્રો જ્યારે ડોક્ટર પાસે લઇ જાય છે ત્યારે તેમને ખબર પડે છે તે 2 વર્ષની યાદશક્તિ ભૂલી ગયો છે. હવે મનન પોતાની ભાવિ પત્ની દિપાલીને ઓળખતો નથી અને તેના મિત્રો સિવાય આ અકસ્માતની કોઇને જાણ નથી હોતી. શું હવે મનનના લગ્ન થશે? શું મનને બધુ યાદ આવશે? શું એના પરિવારને આ વિશે જાણ થશે? શું મનન કહી શકશે, શું થયું?

ટ્રેલર જોવા માટે અહીંયા કરો ક્લિક

X
malhar thakar next gujarati film shu thayu will released on 24th august
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App