‘આ દુનિયામાં માણસોને કોઇ ગ્રહ નડતા નથી, માણસને માણસ જ નડે છે’, આવા છે ગુજરાતી ‘નટસમ્રાટ’ના દમદાર ડાયલૉગ

Gujarati movie Natsamrat is an adaptation of super hit Marathi film Natsamrat

divyabhaskar.com

Sep 05, 2018, 11:32 AM IST

અમદાવાદઃ ગુજરાતી રંગમંચના કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા અને મનોજ જોષી સ્ટારર 'નટસમ્રાટ' ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં સબંધોના તાણાવાણા ગુંથવામાં આવ્યા છે. આ ફિલ્મ ઘણી જ ઈમોશનલ છે જે જોતા જોતા દર્શકો રડી પડશે. આ ફિલ્મમાં શાનદાર એક્ટિંગની સાથે-સાથે દમદાર ડાયલૉગ્સ પર સાંભળી શકાય છે. ફિલ્મમાં ડાયલૉગ જેવા કે,‘આ દુનિયામાં માણસોને કોઇ ગ્રહ નડતા નથી, માણસને માણસ જ નડે છે’ સામેલ કરવામાં આવ્યા છે. સિદ્ધાર્થ રાંદેરિયા સામાન્ય રીતે ચાહકોના મનમાં કોમિક રોલ માટે જાણીતા છે. જોકે, આ ફિલ્મમાં તેમણે ગંભીર ભૂમિકા ભજવીને પોતાની એક્ટિંગ ક્ષમતાનો પરચો આપી દીધો છે. આ ફિલ્મ નાના પાટેકર સ્ટારર મરાઠી ડ્રામા ફિલ્મ ‘નટસમ્રાટ’ની રીમેક છે.

ગુજરાતી ‘નટસમ્રાટ’ના શાનદાર ડાયલૉગ્સ

સિદ્ધાર્થ રાંદેરિયા: બધું જ બદલાય છે હવા, પાણી અને ઉજાસ પણ સનાતન છે માણસનો સ્વાર્થ

સિદ્ધાર્થ રાંદેરિયા: બધા સંબંધો સાપસીડીની રમત જેવા છે, સંતાનો પર એટલે ગર્વ હતો તે જ તેમની મૂડી હતી

સિદ્ધાર્થ રાંદેરિયા: આ દુનિયામાં માણસોને કોઇ ગ્રહ નડતા નથી, માણસને માણસ જ નડે છે

સિદ્ધાર્થ રાંદેરિયા: જિંદગી આખી નાટક જ કર્યાં છે પછી શું શીખવાડું

સિદ્ધાર્થ રાંદેરિયા: ખોવાયેલાને શોધી શકાય પણ નજરની સામે રહેલાને શોધવા મુશ્કેલ છે

દીપીકા ચીખલીયા: છોરૂં કછોરૂં થાય પણ માવતર કમાવતર નથી થતાં સમય નથી પરખાતો સમય છેતરી જતો

સિદ્ધાર્થ રાંદેરિયા: જિંદગી આખી પ્રેક્ષકોને છેતર્યાં પણ તારી પાસે પકડાઇ જાઉં છું

સિદ્ધાર્થ રાંદેરિયા: પ્રસિદ્ધિના અભાવને કારણે મરી ગયો

સિદ્ધાર્થ રાંદેરિયા: એક બાપ દીકરીના ઘરનું પાણી પણ ના પીવે

સિદ્ધાર્થ રાંદેરિયા: કોઇ કોઇનું નથી બધા સબંધો સાપસીડીની રમત જેવા છે

અમિતાભ બચ્ચનની દોહિત્રીએ ઈવેન્ટમાં પહેર્યો સૌથી મોંઘો ડ્રેસ, શાહરૂખ-અંબાણીની દીકરીઓ પણ નવ્યા સામે ટકી શકી નહીં

X
Gujarati movie Natsamrat is an adaptation of super hit Marathi film Natsamrat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી