ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર નરેશ કનોડિયાના ઘરે આવ્યા બાપ્પા, ખાસ છે ગણપતિની મૂર્તિ

13 સપ્ટેમ્બરના રોજ ગણેશચતુર્થીનો તહેવાર ધામધૂમ પૂર્વક મનાવવામાં આવ્યો છે.

divyabhaskar.com | Updated - Sep 13, 2018, 08:48 PM

અમદાવાદઃ 13 સપ્ટેમ્બરના રોજ ગણેશચતુર્થીનો તહેવાર ધામધૂમ પૂર્વક મનાવવામાં આવ્યો છે. આ તહેવાર સેલિબ્રેટ કરવામાં સેલેબ્સ પણ પાછળ નથી. ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર નરેશ કનોડિયાએ પોતાના ઘરે બાપ્પાને બેસાડ્યા હતાં.


હિતુ કનોડિયાએ જાતે બનાવ્યા ગણેશઃ
દિવ્યભાસ્કરની પહેલને અનુસરીને કનોડિયા પરિવારે માટીના ગણપતિ પોતાના ઘરે બેસાડ્યાં હતાં. ગુજરાતી સુપરસ્ટાર હિતુ કનોડિયાએ જાતે માટીના ગણેશ બનાવ્યા હતાં અને ઘરે બિરાજમાન કર્યાં હતાં.


એક જ ફ્રેમમાં ત્રણ પેઢીઃ
ભગવાન ગણેશની પૂજા કરતી વખતે કનોડિયા પરિવારની ત્રણ પેઢી સાથે જોવા મળી હતી. જેમાં નરેશ કનોડિયા, પુત્ર હિતુ કનોડિયા તથા પૌત્ર રાજવીર જોવા મળ્યાં હતાં. સાથે નરેશ કનોડિયાની પત્ની રીમા પણ હતાં.


હાલમાં જ સેલિબ્રેટ કર્યો 75મો જન્મદિવસઃ
નરેશ કનોડિયાનો 20 ઓગસ્ટના રોજ 75મો જન્મદિવસ હતો. નરેશ કનોડિયાએ ફિલ્મ 'વેલીને આવ્યા ફૂલ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી. જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે.

પતિને ભૂલથી ગોળી વાગતા માત્ર 25ની વયે વિધવા થઈ હતી બોલિવૂડ એક્ટ્રેસ, 20 વર્ષ મોટા સિંગર સાથે કર્યાં હતાં બીજા લગ્ન

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App