યાકુબ મેમણને ફાંસીની સજા આપનારા જજ બન્યા અભિનેતા, આ રીતે કર્યું'તુ શૂટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર: ફિલ્મના સેટ પર કોડેને સીન સમજાવી રહેલા ડિરેક્ટર શૈલેન્દ્ર પાંડે)
મુંબઈ: મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટનું કાવતરું કરવાના ગુનામાં આજે(30 જુલાઈ) યાકુબ મેમણને ફાંસી અપાઈ છે.વર્ષ 2007માં યાકુબને ટાડા કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. આ સજા ટાડા જજ પીડી કોડેએ સંભળાવી હતી.તેમણે યાકુબ સિવાય અભિનેતા સંજય દત્તને પણ છ વર્ષની જેલની સજા સંભળાવી હતી.
મુંબઈ બોમ્બ વિસ્ફોટના ગુનેનાગારોને સજા આપનારા કોડે હવે ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે.તેઓ પત્રકારમાંથી ફિલ્મ નિર્દેશક બનેલી શૈલેન્દ્ર પાંડેની ફિલ્મ 'જે.ડી'થી અભિનયની શરૂઆત કરી રહ્યાં છે.
કોડેએ જણાવ્યું હતું કે,આ ફિલ્મ પત્રકારોના જીવન પર આધારિત છે.જોકે,તેમણે એક સવાલના જવાબમાં આ ફિલ્મ મુંબઈના વરિષ્ઠ ક્રાઈમ રિપોર્ટર રહી ચુકેલા જ્યોતિર્મય ડે(જેડે હત્યાકેસ) પર આધારિત હોવાની વાતથી ઈન્કાર કર્યો હતો.
મીડિયા વર્તુળમાં કોડે ખૂબ લોકપ્રિય
ઉલ્લેખનીય છે કે,મીડિયા વર્તુળમાં સેવા નિવૃત્ત ન્યાયમૂર્તિ કોડે ખૂબ લોકપ્રિય છે.તેમણે નિવૃત્ત થયા બાદ મુંબઈ પ્રેસ ક્લબ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં અમુક કેસમાં આરોપીઓને મૃત્યુ દંડ કરવાની સજાની તરફેણ કરી હતી.તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન 100થી વધુ આરોપીઓને સજા સંભળાવી છે અને આતંકવાદ સાથે સંકળાયેલા 14 ગુનેગારોને ફાંસીની સજા આપી હતી.
આગળની સ્લાઈડ્સમાં યાકુબ અને બોમ્બ વિસ્ફોટ અંગે કોડે શું માને છે તેમજ ફિલ્મના સેટ પરની વધુ તસવીરો