તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શા માટે આખરે સલમાન સાથે કામ નથી કરતી દીપિકા, જાણો કારણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડના 'સુલ્તાન' સલમાન ખાન સાથે કામ કરવું એ કોઈ પણ એક્ટ્રેસ માટે સપનું હોય છે. દરેક એક્ટ્રેસ સલમાન સાથે કામ કરવા આતુર હોય છે. જોકે, દીપિકાએ સલમાન સાથે કામ કરવાનો ઈનકાર કર્યો છે. માનવામાં આવે છે કે દીપિકા પોતાને દબંગ લેડી સમજે છે અને સલમાન સાથે કામ કરતી નથી.

સલમાન સાથેની સાત ફિલ્મ્સ ઠુકરાવી ચૂકી છે દીપિકાઃ
દીપિકાએ બોલિવૂડના ટોચના એક્ટર સાથે કામ કર્યું છે. જોકે, તે સલમાન સાથે કામ કરતાં અચકાય છે. દીપિકાએ અત્યાર સુધી સલમાન સાથેની સાત ફિલ્મ્સ રિજેક્ટ કરી છે. થોડાં સમય પહેલાં ચર્ચા હતી કે દીપિકા 'ટ્યુબલાઈટ'માં સલમાન સાથે કામ કરશે પરંતુ દીપિકાએ આ ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

પોતાને દબંગ લેડી માને છે દીપિકાઃ
બોલિવૂડમાં ભાગ્યે જ એવા સ્ટાર્સ છે, જે સલમાન સાથે કામ કરવાનો ઈનકાર કરે છે. જોકે, દીપિકા પોતાને દબંગ લેડી માને છે અને તેને જ્યારે પણ સલમાનની ફિલ્મ ઓફર કરવામાં આવે તો તે એમ કહીને ના પાડી દે છે કે એક ફિલ્મમાં બે દબંગ કેવી રીતે કામ કરી શકે.

'સુલ્તાન' પણ દીપિકાને થઈ હતી ઓફરઃ
દીપિકાએ થોડાં સમય પહેલાં જ હોલિવૂડ ફિલ્મ 'ટ્રિપલ એક્સ રિટર્ન્સ ઓફ એક્સઝેન્ડર કેઝ'નું શૂટિંગ કર્યું હતું. દીપિકાને 'સુલ્તાન' ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે ના પાડી દીધી હતી. કબિર ખાને 'ટ્યુબલાઈટ' પણ દીપિકાને ઓફર કરી હતી પરંતુ તેણે કબિર ખાનને પણ ના પાડી હતી. હવે જોવાનું એ છે કે દીપિકા અને સલમન ક્યારેય સ્ક્રિન પર સાથે જોવા મળે છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સલમાન-દીપિકાની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો