તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ બાદ આયેશાએ કરાવી અનેક સર્જરી, 'વોન્ટેડ' ગર્લે બદલ્યો Look

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ સલમાન ખાન સાથે ફિલ્મ 'વોન્ટેડ'માં જોવા મળેલી આયેશા ટાકિયાની લેટેસ્ટ તસવીરોમાં તેને ઓળખવી મુશ્કેલ બની ગઈ છે. એક સમયે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટને કારણે ચર્ચામાં આવેલી આયેશાની હાલની તસવીરો જોઈને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તેણે વિવિધ પ્રકારની સર્જરી કરાવી છે. તેણે ફૂલર લિપ્સ, જૉ-લાઈન, આઈબ્રો તથા ફોરહેડમાં સર્જરી કરાવી છે. આ સર્જરી બાદ આયેશા એકદમ અલગ જ લાગે છે.

સોશ્યિલ મીડિયામાં એક્ટિવ છે આયેશાઃ
2009માં આયેશાએ રેસ્ટોરન્ટ ઓનર તથા સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નબાદ આયેશા ફિલ્મ્સમાં જોવા મળતી નહોતી. 2013માં આયેશાએ પુત્ર મિકાઈલને જન્મ આપ્યો હતો. આયેશા સોશ્યિલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે સોશ્યિલ મીડિયામાં અવારન-નવાર પાર્ટીની તસવીરો શૅર કરતી હોય છે. આયેશાની તાજેતરની તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે તેણે મેકઓવર કરાવ્યું છે.

આ ફિલ્મ્સમાં કર્યું કામઃ
2004માં આવેલી ફિલ્મ 'ટાર્ઝનઃ ધ વન્ડર કાર'થી આયેશાએ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ શાહિદ કપૂરની સાથે 'દિલ માંગે મોર'માં કામ કર્યું હતું. અભય દેઓલ સાથેની ફિલ્મ 'સોચ ના થા' ચાહકોને પસંદ આવી હતી. 'ડોર'માં પણ આયેશાની એક્ટિંગના વખાણ થયા હતાં. 2009માં રીલિઝ થયેલી આયેશા તથા સલમાનની ફિલ્મ 'વોન્ટેડ' સુપરહિટ રહી હતી. આયેશા છેલ્લે 2013માં ફિલ્મ 'આપ કે લિયે હમ'માં જોવા મળી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મેક-ઓવર બાદ કેવી લાગે છે આયેશા, તસવીરોમાં....)
અન્ય સમાચારો પણ છે...