એક જ રૂમમાં રોકાયા'તા લગ્ન કરવા જઈ રહેલા અનુષ્કા-વિરાટ, 4 વર્ષમાં ક્યારે શું બન્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અનુષ્કા શર્મા અને વિરાટ 9, 10, 11 કે 12 ડિસેમ્બરમાંથી કોઈ એક તારીખે લગ્ન કરવા જઈ રહ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે. બન્નેના સંબંધને લગભગ સવા ચાર વર્ષ થયા છે. આ સફર દરમિયાન તેના સંબંધોમાં અનેક ઉતાર-ચડાવ આવ્યા છે. આ પેકેજમાં અમે વિરાટ-અનુષ્કાની પહેલી મુલાકાતથી લઈ અત્યાર સુધીમાં આ રિલેશનશિપમાં કેવા-કેવા ટ્વિસ્ટ આવ્યા તે અંગેની વાતો એક ટાઈમલાઈનમાં જણાવી રહ્યા છીએ. તેના સંબંધોની શરૂઆતમાં વિરાટ એકવાર અનુષ્કાના ઘરે પાંચ દિવસ રોકાયા હોવાની અનુષ્કાના એપાર્ટમેન્ટના વોચમેને માહિતી આપી હતી. ફેબ્રુઆરીમાં બન્નેના બ્રેકઅપને લઈ રિપોર્ટ્સ આવ્યા હતા કે વિરાટે અનુષ્કાની 'બોમ્બે વેલવેટ' ફિલ્મમાં આશરે 40 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, 120 કરોડમાં બનેલી 'બોમ્બે વેલવેટ' માત્ર 24 કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી હતી. આ મુદ્દે વિરાટે પૈસાને લઈને અનુષ્કા સાથે વાત કરી  હતી. વિરાટે પૈસાની વાત કરતા અનુષ્કા નારાજ થઈ હતી. આ કારણોસર બન્ને વચ્ચે મતભેદ થતા બન્ને અલગ થયા હતા. ઓગસ્ટ 2013થી શરૂ થયા હતા સંબંધો
 
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચેના સંબંધોની શરૂઆત વર્ષ 2013ના ઓગસ્ટ માસથી થઈ હતી. બન્નેએ એક શેમ્પુની જાહેરખબરમાં સાથે કામ કર્યા બાદ ધીમે ધીમે મુલાકાતો વધવા લાગી અને થોડાં સમયમાં જ બન્ને વચ્ચેના સંબંધો પર મીડિયામાં ગોસિપ પણ થવા લાગી હતી. બન્નેની આ પ્રથમ મુલાકાતથી લઈને અત્યાર સુધીમાં લગભગ એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આ ગાળામાં બન્ને અનેકવાર મળ્યા હોવાની ખૂબ ચર્ચાઓ પણ થઈ છે.
 
ઓક્ટોબર, 2013-રાત્રે એક વાગ્યે મળવાની શરૂઆત
વિરાટ અને અનુષ્કા યારી રોડ અંધેરી વેસ્ટમાં આવેલા બદ્રીનાથ એપાર્ટમેન્ટના પેન્ટહાઉસમાં જોવા મળ્યા હતાં. અનુષ્કા અને વિરાટ નિયમિત રીતે ત્યાં મળતા હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. બંને મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ મળતાં હતા. અનુષ્કા પોતાનું શૂટિંગ પૂર્ણ કરીને આવતી હોવાથી બન્નેનો મિલન કાર્યક્રમ પણ રાત્રિના 1 વાગ્યા બાદ શરૂ થતો હતો.
 
નવેમ્બર, 2013-વર્સોવામાં કારમાં મળ્યા જોવા
અનુષ્કા એક કારમાં જતી જોવા મળી હતી. આ દરમિયાન અમારા ફોટોગ્રાફર્સે તેને કેમેરામાં કેદ કરી હતી. અનુષ્કાએ સફેદ ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું. માત્ર એટલું જ નહીં,મીડિયા અહેવાલો મુજબ,'વિરાટ કોહલી અડધીરાત્રે વર્સોવામાં અનુષ્કા શર્માની બ્લેક રેન્જ રોવરમાં જોવા મળ્યો હતો'.આ જોડીને નજરે જોનારા લોકોએ કહ્યું કે, બન્ને ભારે ઉત્સાહમાં હતાં અને તેની કાર થોડી મિનિટ્સ માટે એક સ્થળ પર પણ ઉભી રહી હતી.


આગળની સ્લાઈડ્સમાં જાણો બન્નેના પ્રેમમાં ગળાડૂબ થવાથી લઈ બ્રેકઅપ અને પેચઅપથી લઈ સગાઈ થવા સુધીની વાતો અંગે

અન્ય સમાચારો પણ છે...