કોલેજના દિવસોમાં આવી હતી 'બદ્રિનાથ'ની મસ્તીભરી Life, જુઓ Rare Pics

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ બોલિવૂડ એક્ટર વરૂણ ધવન સ્ટારર 'બદ્રિનાથ કી દુલ્હનિયા'એ રીલિઝના પહેલા દિવસે જ 12 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મમાં વરૂણ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો 'બદ્રિ' બન્યો છે. જે તેને પટાવવા માટે પોતાની ભરપૂર કોશિશ કરે છે. 29 વર્ષનો વરૂણ રિયલ લાઇફમાં પણ ખૂબ જ નોટી છે. પડદા પર પણ તે એવા જ રોલ કરવાનું પસંદ કરે છે.
 
રેસલર બનવા ઇચ્છતો હતો વરૂણ
ફેમસ ફિલ્મમેકર ડેવિડ ધવનના દીકરા વરૂણે 2012માં રીલિઝ ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર'થી ડેબ્યૂ કર્યું હતું. વરૂણે મુંબઇની એચ.આર. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે. આ પછી તેણે બ્રિટનની નોટિંઘમ યુનિવર્સિટીથી બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. એક ઇન્ટરવ્યુમાં વરૂણે જણાવ્યું હતું કે તે રેસલર બનવા ઇચ્છતો હતો પરંતુ તેના ફેમિલીને અલગ જ મંજૂર હતું. વરૂણે ફિલ્મ્સમાં આવવાનો નિર્ણય તો મોડેથી લીધો હતો.
 
આસિસ્ટન્ટ તરીકે પણ કર્યું છે કામ
બોલિવૂડમાં આવવાનો નિર્ણય લીધા પછી વરૂણે ફિલ્મમેકર કરણ જોહર સાથે ફિલ્મ 'માય નેમ ઇઝ ખાન'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. 'સ્ટૂડન્ટ ઓફ ધ યર'થી સફળ ડેબ્યૂ કરનાર વરૂણે 'મેં તેરા હિરો', 'બદલાપુર','હમ્પટી શર્મા કી દુલ્હનિયા', 'એબીસીડી 2','દિલવાલે','ઢિશૂમ' જેવી હિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, વરૂણ ધવનની કોલેજ લાઇફના Photos...
 
અન્ય સમાચારો પણ છે...