તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક ઝટકામાં જ ગરીબ થઇ ગઇ આ એક્ટ્રેસ, કારણ જાણી બેહોશ થઇ જાય છે મા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાનપુરઃ એક ટીવી એક્ટ્રેસના ઘર પર થયેલી ચોરી બાદ તેનો પરિવાર આઘાતમાં છે. હકીકતમાં આ એક્ટ્રેસની સગાઇ થઇ હતી અને નવેમ્બર-ડિસેમ્બરમાં તેના લગ્ન થવાના છે. આ સમયે ઘરના બધા જ ઘરેણા અને રોકડ રકમની ચોરી થવાથી તેઓ ચિંતામાં છે. ભાસ્કર સાથે વાતચીત દરમિયાન રિચા દીક્ષિતે જણાવ્યું કે આ ઘટનાથી સૌથી વધુ આઘાત તેની મમ્મીને લાગ્યો છે. તેની તબીયત ખરાબ થઇ છે. નોંધનીય છે કે 18 જુલાઇના રોજ રિચાના ઘરે ચોરી થઇ હતી.
ચોરાઇ લાખોની જ્વેલરી અને રોકડ
-રિચાએ જણાવ્યું કે, "પાપાએ મહેનત કરીને લગ્ન માટે જીવનભરની મૂડી એકઠી કરી હતી. આ બધું જ ચોર લઇ ગયા."
-"સગાઇમાં મળેલી આશરે 4 વિંટી, 3 ચેન, 2 હાર, નાક અને કાનની જ્વેલરી ઉપરાંત સોનાની ત્રણ વિંટી જેમાં સ્ટોન લગાવાયેલા હતાં. આ બધું જ ચોરી થયું હતું."
-લગ્ન માટે હાર બનાવવાનો હતો અને તે માટે રોકડ રકમ રાખી હતી તે પણ ગાયબ છે.
-ચોરોએ રૂમની અંદર રહેલી દરેક વસ્તુની તલાશી લીધી હતી. તકિયો તેમજ ગાદલા સહિત બધું ચીરી નાખ્યું હતું.
-બધું થઇને કુલ 35થી 40 લાખની જ્વેલરી અને 10 લાખની રોકડ રકમની ચોરી થઇ છે.
-નોંધનીય છે કે રિચાની 11 જુલાઇ 2016ના રોજ સગાઇ થઇ હતી.
-જોકે, હજુ લગ્નની તારીખ નક્કી નથી. આશા છે કે તેના લગ્ન નવેમ્બરના લાસ્ટ વીકમાં થશે.
દીકરીના લગ્ન માટે વેચવી પડશે જમીન
- રિચાના પાપા નિરંજન દીક્ષિતનું કહેવું છે કે આ ઘટના પછી બધા જ પરિવારના લોકો એક થયા છે.
- બધા એ લગ્નમાં સાથ આપવાની વાત કરી છે.
- હવે તો મારી નોકરી પણ માત્ર ચાર મહિનાની જ છે આથી કોઇ બેંક પણ લોન નહીં આપે.
- હવે તો મારી સામે એક જ રસ્તો બચ્યો છે કે હું મારા બાપ-દાદાની જમીન વેચીને દીકરીના હાથ પીળા કરૂં.
- નોંધનીય છે કે નિરંજન દીક્ષિતનું વર્ષ 1995માં ફતેહપુરથી ટ્રાન્સફર થયું હતું.
- ત્યારે તે કાનપુરના જાજમઉ વિસ્તારમાં એક ભાડાના મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતા હતાં.
- વર્ષ 2000માં તેણે જાજમઉ વિસ્તારમાં કેડીએ કોલોનીમાં ઘર ખરીદ્યું હતું. જ્યાં તે આશરે 10 વર્ષ સુધી રહ્યા હતાં.
- વર્ષ 2010માં તેણે કેડીએ કોલોનીમાં ઘર વેચીને રામપુરમમાં મકાન ખરીદ્યું હતું.
- નિરંજનના જણાવ્યાનુસાર તેની દીકરી રીચાના લગ્ન કરાવવાના હતા આથી તેણે મકાનમાં કોઇ કામ કરાવ્યું ન હતું.
મમ્મીનો લાગ્યો સૌથી વધારે આઘાત
-રિચાએ જણાવ્યું કે સગાઇ બાદ બધા જ ખુશ હતાં.
-હાલ થયેલી ચોરીની ઘટનાથી સમગ્ર પરિવારને આઘાત લાગ્યો છે.
-મમ્મીને સૌથી વધારે આઘાત લાગ્યો છે. તે મારા લગ્નને લઇને પરેશાન છે.
-ચોરીની ઘટનાને યાદ કરીને તે વારંવાર બેભાન થઇ જાય છે.
-જો તેને નીંદર પણ આવી જાય છે તો તેને વચ્ચે વચ્ચે જગાડીને એ જોવું પડે છે કે ક્યાંક તે બેભાન તો નથી થઇને.
-તો રિચાની મમ્મીનું કહેવું છે કે દીકરીના લગ્ન માટે કેટલાક જૂના ઝવેરાત પણ રાખ્યા હતા તે બધા ચોર લઇ ગયા.
આ સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે રિચા
-સીઆઇડી
-સાવધાન ઇન્ડિયા
-ક્રાઇમ પેટ્રોલ
-મેરી પ્યારી સાસુ મા
આગળની સ્લાઇડ્સમાં જુઓ, રિચા દીક્ષિતના ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો