તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

EX-GF સાથે Relationમાં શા માટે પડી તિરાડ, સુશાંતે જણાવ્યું કારણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ સુશાંત સિંહ સ્ટારર ફિલ્મ 'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી' 30 સપ્ટેમ્બરે રીલિઝ થવા જઇ રહી છે. ફિલ્મના પ્રમોશનમાં બિઝી સુશાંતે તાજેતરમાં ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરા સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન સુશાંતે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફની વાતો શૅર કરી હતી.
આ કારણોસર થયું હતું બ્રેકઅપ
-સુશાંત અને તેની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ અંકિતા લોખંડેના બ્રેકઅપના ન્યૂઝ ખૂબ ચર્ચામાં રહ્યા હતાં. ટીવી શો 'પવિત્ર રિશ્તા'ના સેટ પર બન્ને એકબીજાની નજીક આવ્યાં હતાં. 6 વર્ષ સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા પછી આ જોડીનું બ્રેકઅપ થયું હતું
-સંબંધ તૂટવાના કારણ વિશે સુશાંતે જણાવ્યું કે,"રિલેશનશિપને જાળવી રાખવા માટે ખૂબ સમય આપવો જરૂરી હોય છે. જો તમે વધુ કંઇ ન ઇચ્છો તો રિલેશનશિપ આગળ વધી શકે છે. જ્યારે તમે પ્રેમમાં હો છો ત્યારે તે વ્યક્તિ વિશે વિચારો છો. તેની સાથે સારી મેમોરીઝ બનાવવા ઇચ્છો છો. તેને ખુશ રાખવા ઇચ્છો છો. રિલેશનશિપમાં સમય એ એક ઇન્વેસ્ટમેન્ટ છે. આપણે એ સાઇકોલોજીકલ સિક્યોરિટી પાછળ દોડીએ છીએ જે હંમેશા રહેતી નથી"
-ઉપરાંત તેણે જણાવ્યું કે,"મોટાભાગના એક્ટર પોતાના વિશે જ વાત કરી શકે છે. બધા સેલ્ફ ઓબ્સેસ્ડ હોય છે. તેઓ ઇચ્છે છે કે બીજા માત્ર તેને સાંભળે. પરંતુ આજે લોકોની લિસનીંગ સ્કિલ ખરાબ થઇ ગઇ છે. તેઓ સાંભળશે ખરા પરંતુ સમજશે નહીં."
આગળની સ્લાઇડ્સ પર વાંચો, સુશાંત સિંહ રાજપૂતના ઇન્ટરવ્યૂની બાબતો...
અન્ય સમાચારો પણ છે...