તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ પીધા પછી ટલ્લી થઇ 'દબંગ' ગર્લ સોનાક્ષી, કહ્યું 'હું હજુ સિંગલ છું'

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ તાજેતરમા જ વરૂણ ધવનની ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા'એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરતાં તેની સક્સેસ પાર્ટી યોજાઇ હતી. આ પાર્ટીમાં અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. બોલિવૂડની 'દબંગ' ગર્લ એટલે કે સોનાક્ષી સિંહા પણ પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં તેણે ખૂબ ડ્રિંક્સ કર્યું હતું અને બધાની વચ્ચે કહ્યું હતું કે તે હજુ સિંગલ છે.
 
કહ્યું 'હું હજુ સિંગલ છું'
-'બદ્રીનાથ કી દુલ્હનિયા'ની સક્સેસ પાર્ટીમાં વરૂણ ધવન અને આલિયા ભટ્ટ કરતાં સૌથી વધારે ધ્યાન સોનાક્ષીએ ખેંચ્યુ હતું.
-એક લિડિંગ ન્યૂઝ પેપરના જણાવ્યાનુસાર જ્યારે સોનાક્ષી પાર્ટીમાં આવી ત્યારે તેણે ડ્રેસ પરનું પ્રાઇસ ટેગ પણ દૂર કર્યું ના હતું.
-થોડી જ વારમાં ડ્રિંક્સ કર્યા પછી સોનાક્ષીએ અચાનક જ જોરથી કહ્યું હતું કે,'હું હજુ સિંગલ છું'
-સોનાક્ષીની આવી વર્તણુંકથી પાર્ટીમાં હાજર રહેલા દરેક લોકોને આશ્ચર્ય થયું હતું. દરેક લોકોનું ધ્યાન સોનાક્ષી તરફ જ હતું. આ પાછળનું કારણ સોનાક્ષી અને બંટી સચદેવ વચ્ચેની અફેરની ચર્ચા છે.
 
સગાઇની હતી ચર્ચા
એક લિડિંગ વેબસાઇટના રિપોર્ટ અનુસાર સોનાક્ષી, બંટી સચદેવ સાથે સગાઈની ચર્ચા હતી. અલબત્ત, બંનેમાંથી કોઈએ પણ આ સંબંધનો સ્વીકાર કર્યો નથી. રિપોર્ટમાં એ જણાવાયું હતું કે બંનેનું ફેમિલી ઈચ્છે છે કે બંટી તથા સોનાક્ષી લગ્ન કરી લે. એવી પણ ચર્ચા હતી કે બંને ટૂંક સમયમાં સગાઈ કરી લેશે.
 
2012થી બંટીને ડેટ કરી રહી છે સોનાક્ષી
- એવી પણ ચર્ચા છે કે સોનાક્ષી બંટીને ત્યારથી ડેટ કરી રહી છે જ્યારથી 2012માં તેણે તેની એન્ડોર્સમેન્ટ ડીલને મેનેજ કરવાનું શરૂ કર્યું. જોકે, સોનાક્ષી કે બંટીએ પોતાના રિલેશનની વાત કબૂલ કરી નથી.
- સોનાક્ષી અને બંટી અવારનવાર અનેક પાર્ટીઝ અને ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે બંટી સલમાનના ભાઈ સોહૈલની પત્ની સીમાનો ભાઈ છે.
- બંટીનું નામ સોનાક્ષી પહેલા સુસ્મિતા, નેહા ધુપિયા, દિયા મિર્ઝા અને સમીરા રેડ્ડી સહિત અનેક એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, બંટી અને સોનાક્ષીના અન્ય Photos....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો