Bold અંદાજમાં જોવા મળી IPLની EX-હોસ્ટ, રિયાલિટી શોમાં કરી'તી Kiss

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ આઇપીએલની હોટેસ્ટ હોસ્ટ હોવાની સાથે જ શિવાની દાંડેકર પોપ્યુલર સિંગર અને મોડલ પણ છે. તે પોતાના બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં રહે છે. શિબાનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ, બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે. પુણેમાં જન્મેલી 35 વર્ષની શિબાનીનું બાળપણ ઓસ્ટ્રેલિયામાં પસાર થયું છે. તે પોતાની બે નાની સિસ્ટર્સ અનુષા અને અપેક્ષા સાથે ડી મેજર નામના ફેમસ મ્યૂઝિક બેન્ડ સાથે જોડાયેલી છે. નોંધનીય છે કે રિયાલિટી શોમાં સ્મૂચ કરવાને કારણે શિબાની ચર્ચામાં રહી હતી.
આ ફિલ્મ્સમાં જોવા મળી છે શિબાની
2014માં આવેલી મરાઠી ફિલ્મ 'ટાઇમપાસ'થી આઇટમ ગર્લ તરીકે શિબાનીએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે 'રોય'(2015), 'શાનદાર' (2015) જેવી ફિલ્મ્સમાં સ્પેશ્યિલ અપિયરન્સ આપી ચૂકી છે. તે ઉપરાંત 'Men 2.0' (2010), 'ઝલક દિખલા જા' (2012), 'આઇ કેન ડૂ ધેટ' (2015) જેવા ટીવી શોમાં પણ જોવા મળી છે.
 
રિયાલિટી શોમાં Kissથી આવી'તી ચર્ચામાં
2015માં શિબાની તે સમયે કોન્ટ્રોવર્સીમાં આવી હતી જ્યારે સ્ટેજ પર પર્ફોર્મન્સ દરમિયાન તેણે કન્ટેસ્ટન્ટને કિસ કરી હતી. ઝી ટીવીના શો 'આઇ કેન ડૂ ધેટ'ના સેટ પર જ્યારે ડિનો મોરિયા અને શિબાની ડાન્સ પર્ફોર્મન્સ આપી રહ્યા હતાં ત્યારે તેમણે પર્ફોર્મન્સના અંતે એકબીજાને લિપ  લોક કર્યું હતું. આથી ત્યાં રહેલા દરેક લોકોને આશ્ચર્ય થયું હતું. તેના કોરિયોગ્રાફર સિવાય કોઇ પણ આ ડાન્સ પર્ફોર્મન્સમાં થનાર કિસિંગ સીન વિશે જાણતું ના હતું.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, શિબાની દાંડેકરના Latest Photos....
અન્ય સમાચારો પણ છે...