તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડ છોડવા ઇચ્છતો હતો આ STAR, આવી છે તેની પર્સનલ Life

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ એક પર્ફોર્મન્સ માટે ચંદિગઢ આવેલા સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે, 'સ્ટારડમથી મારી જિંદગી સરળ બની છે. લાઇફમાં જે થાય છે તે સારા માટે થાય છે.' નોંધનીય છે કે આજે સિદ્ધાર્થ અને કેટરિનાની ફિલ્મ 'બાર બાર દેખો' રીલિઝ થઇ છે. ચંદિગઢની મુલાકાત દરમિયાન સિદ્ધાર્થે ભાસ્કર સાથે પોતાની પર્સનલ લાઇફ શૅર કરી હતી.
કેવી રીતે મળ્યું ફિલ્મ્સમાં કામ
-સિદ્ધાર્થે જણાવ્યું કે નવ વર્ષ પહેલા હું કંઇ જ ન હતો પરંતુ જ્યારે મારી ઓળખ બની તો બધું બદલાઇ ગયું. હવે લોકો મારા કામને વખાણે છે. ફેન્સને જોઇને મને ખુશી મળે છે.
-તેમનો પ્રેમ જોઇને દિલમાં એક્સાઇટમેન્ટ થાય છે. આથી જ્યારે ઘરે જઉં છું ત્યારે મારા ચહેરા પર એક અલગ જ મુસ્કાન હોય છે.
-આ સાથે જ સ્ટારડમના અનેક ફાયદાઓ છે. કોઇપણ ક્લબમાં એન્ટ્રી મળી જાય છે. હોટલ અને રેસ્ટોરાંમાં પણ સરળતાથી બુકિંગ થઇ જાય છે ખાસ પ્રકારે મહેમાનગતી થાય છે.
-એરપોર્ટ પર લાઇનમાં ઉભું રહેવું પડતું નથી. આ રીતની અનેક વસ્તુઓ છે જેનો ફાયદો મળે છે. પરંતુ સ્ટારડમ સાથે અનેક જવાબદારીઓ પણ આવે છે.
-આ જવાબદારી લોકોને સારૂ કન્ટેન્ટ આપવાની છે. જેટલો પ્રેમ લોકો મને આપે છે તેટલું પર્ફોર્મન્સ તો આપવું જ પડે.
જિંદગી બદલી અને હું બન્યો હિરો
-સિદ્ધાર્થે જણાવ્યું કે, સાચું કહું તો જિંદગી બેલેન્સ કરવાનું નામ છે. આ પણ એક કલા છે પરંતુ હું અત્યાર સુધી બેલેન્સ નથી કરી શક્યો.
-આ કલા શીખવામાં થોડો સમય લાગશે. જો હું મારા આઠ વર્ષના સફરની વાત કરૂં તો દિલ્હીથી મુંબઇ જેવા અજાણ્યા શહેરમાં આવ્યો હતો.
-મુંબઇમાં એકલો જ રહ્યો. મેં એ જાણ્યું કે એકલા લાઇફ જીવવી એ કેટલી મુશ્કેલીભરી હોય છે. અહીં આવ્યા બાદ મોડલિંગની શરૂઆત કરી હતી. ફિલ્મી બેકગ્રાઉન્ડ ન હોવા છતાં ટકી રહ્યો.
-અનેકવાર મને નકારવામાં આવ્યો. ઘણી રાતો જાગીને કામ કર્યું છે. અનેકવાર મન થયું કે મારૂ બેગ પેક કરૂં અને પરત ચાલ્યો જઉં. આમ છતાં મે આશા ન છોડી. કોશિશ કરતો ગયો અને કામ કરતો ગયો.
-કરણ જોહર પાસે કામ મળ્યું તેમજ ત્યાં કામ કરતા કરતા જિંદગીએ વળાંક લીધો અને ફિલ્મ્સ સાથે જોડાયો. મેં એક કૂલ ડૂડની ઇમેજ બનાવી.
જૂના ફ્રેન્ડ્સ સાથે છે રિલેશન
-હાલ તો મેં પાંચ જ ફિલ્મ કરી છે. મારે હજુ ખૂબ કામ કરવાનું છે. હાલ તો મારો સેટલ થવાનો કોઇ ઇરાદો નથી આથી હું સિંગલ જ છું.
-મારામાં આગળ વધવાની જે ઇચ્છા છે તેના અનુસાર આગળ વધું છું. હું થોડો માસૂમ અને થોડો નટખટ છું. હું એવો જ રહેવા ઇચ્છું છું.
-આજે પણ મારા રિલેશન જૂના દોસ્તો સાથે છે જે સ્કૂલમાં હતાં.
આવી છે એક્ટરની લાઇફ સ્ટાઇલ
-વાતચીતમાં તેમણે જણાવ્યું કે ચંદિગઢમાં તેની માસી રહે છે. આથી ચંદિગઢ સાથે તેનો નજીકનો સંબંધ છે.
-સિદ્ધાર્થે પોતાની પર્સનલ લાઇફના અનુભવ પર વાત કરતા કહ્યું હતું કે, 'હવે હું જાણી ગયો છું કે લાઇફમાં જે પણ થાય છે તે સારા માટે થાય છે.'
-આથી આ વિશે વધારે વિચારવું ન જોઇએ. બસ, લાઇફ સાથે ચાલતા જાઓ.
-તો સ્ટાઇલ વિશે હું એટલું જ કહીશ કે મને ચમક-દમકવાળી વસ્તુઓ પસંદ નથી. આથી મારી સ્ટાઇલ ખૂબ જ સિમ્પલ રહે છે.
આવું છે સિદ્ધાર્થનું ડેઇલી શેડ્યૂલ
-મારા દિવસની શરૂઆત વહેલી સવારે થાય છે પરંતુ જો કોઇ કામ ન હોય તો હું બધું આરામથી કરૂં છું. ઉઠવાથી લઇને બાકીના બધા કામ.
-રૂટિનમાં જલદી ઉઠીને સૌથી પહેલા તૈયાર થવું અને પછી બ્રેકફાસ્ટ કરવો. બ્રેકફાસ્ટને લાઇટ રાખું છું અને તેને ક્યારેય છૂટવા દેતો નથી ત્યારબાદ દિવસ પસાર થઇ જાય છે.
-શૂટિંગના કામકાજમાં વ્યસ્ત રહેવાથી દિવસ ક્યારે પસાર થઇ જાય છે તેનો ખ્યાલ જ રહેતો નથી. શૂટિંગમાંથી પરત આવીને અડધા કલાકનું વર્કઆઉટ જરૂર કરૂં છું.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની ફિલ્મની કો-સ્ટાર કેટરિનાના Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો