તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિવોર્સ બાદ GF સાથે જોવા મળ્યો હિમેશ,કરીના-શ્વેતા બચ્ચન સહિતના સેલેબ્સ ક્લિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ યોગાથી લઈ પ્રમોશનલ ઈવેન્ટમાં હાજરી અને સલોન કે એરપોર્ટ પર જોવા મળી જાય છે. 9 જુનના રોજ પણ કેટલાક સ્ટાર્સ મુંબઈના વિવિધ સ્થળો પર ક્લિક થયા હતા. જેમાં અમૃતા અરોરા અને કરીના યોગા સેશનમાંથી આવતી જોવા મળી હતી. જ્યારે બિગ બીની દીકરી શ્વેતા બચ્ચન નંદા અને શમિતા શેટ્ટી જુહુના એક સ્પા પાસે કેમેરામાં કેદ થઈ હતી. તેમજ તાજેતરમાં ડિવોર્સ લેનારો હિમેશ રેશમિયા ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હિમેશનું છેલ્લા ઘણા વર્ષથી ટીવી એક્ટ્રેસ સોનિયા કપૂર સાથે નામ જોડવામાં આવી રહ્યું છે. એક ચર્ચા મુજબ, ડિવોર્સ બાદ હવે બન્ને લગ્ન કરે એવી શક્યતા છે.
 
આ સેલેબ્સ પણ થયા ક્લિક
 
આ સિવાય એરપોર્ટ પર સુસ્મિતા સેન, મંદિરા બેદી, જ્હોન અબ્રાહમ, નવજોતસિંહ સિદ્ધુ, શ્રુતિ હસન, કરિશ્મા કપૂર અને દિશા પટની આવ્યા હતા. તેમજ આદિત્ય રોય કપૂર, રણબિર કપૂર, અને વરૂણ ધવન કરણ જોહરના ઘરે પહોંચ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં વિવિધ સ્થળો પર જોવા મળેલા બોલિવૂડ સ્ટાર્સના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...