તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્સ રેકેટમાં ફસાઇને બદનામ થઇ’તી આ એક્ટ્રેસ, હવે ડિરેક્ટર સાથે જોડાયું નામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ બોલિવૂડ અને સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ શ્વેતા બસુ પ્રસાદને પ્રેમ થઇ ગયો છે. રિપોર્ટ્સ અનુસાર, તે અપકમિંગ ફિલ્મમેકર રોહિત મિત્તલને ડેટ કરી રહી છે. નોંધનીય છે કે 2014માં સેક્સ રેકેટમાં ફસાયા બાદ શ્વેતા રૂપેરી પડદા પરથી ગાયબ છે. જોકે, તે ટૂંક સમયમાં જ બાલાજી ટેલીફિલ્મ્સના શો 'ચંદ્રગુપ્ત મોર્ય'માં જોવા મળશે.
આ રીતે થઇ શ્વેતા-રોહિતની પહેલી મુલાકાત
રિપોર્ટ્સ અનુસાર રોહિત મિત્તલ શોર્ટ ફિલ્મ 'ઓટોહેડ'ને ડિરેક્ટ કરી ચૂક્યો છે. શ્વેતા સાથે તેની મુલાકાત અનુરાગ કશ્યપની ઓફિસમાં થઇ હતી. નોંધનીય છે કે શ્વેતા અનુરાગના પ્રોડક્શન હાઉસ ફેન્ટમ ફિલ્મ્સમાં સ્ક્રિપ્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે.
જ્યારે બે વર્ષ પહેલા ફસાઇ સેક્સ સ્કેન્ડલમાં
-વર્ષ 2014માં હૈદરાબાદના બંજારા હિલ્સના એક સેક્સ સ્કેન્ડલમાં શ્વેતા બાસુનું નામ આવ્યું હતું. બે મહિના સુધી રેસ્ક્યુ હોમમાં રહ્યા બાદ તે ઘર પરત આવી હતી. જોકે, બાદમાં હૈદરાબાદ સેશન્સ કોર્ટે તેને આ મામલે ક્લિન ચિટ આપી હતી. શ્વેતાએ 'મકડી', 'ઇકબાલ', 'વાહ લાઇફ હો તો ઐસી' જેવી બોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. ત્યારબાદ તેણે સાઉથ એક્ટ્રેસ તરીકે પોતાની ઓળખ બનાવી.
-સેક્સ રેકેટમાં નામ આવવાથી લઇને અત્યાર સુધી તેની કોઇ ફિલ્મ આવી નથી. હા, એપ્રિલમાં શ્વેતાના પિતાએ એ સંકેત જરૂર આપ્યાં હતાં કે તે ટૂંક સમયમાં જ કરણ જોહરની અપકમિંગ ફિલ્મમાં જોવા મળી શકે છે. ફિલ્મ્સની સાથે શ્વેતાએ 'કહાની ઘર ઘર કી' અને 'કરિશ્મા કા કરિશ્મા' જેવી ટીવી સીરિયલ્સમાં પણ એક્ટિંગ કરી છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, રોહિત મિત્તલ અને શ્વેતા બસુના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો