સોનાક્ષીએ આંખોમાં આંખો નાખતા રીતિક શરમથી લાલચોળ,અનિલે આપી ટક્કર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:ડાબેથી રીતિક અને અનિલ કપૂર સાથે સોનાક્ષીસિંહા)
મુંબઈ:તાજેતરમાં આઈફા એવોર્ડ્સની પ્રેસ કોન્ફરન્સમાં યોજાઈ હતી.આ ઈવેન્ટમાં આવેલા રીતિક રોશનને શોટગન ગર્લ સોનાક્ષીએ શરમથી લાલચોળ કર્યો હતો.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોનાક્ષીએ સ્ટેજ પર આવીને અર્જુન કપૂર સાથે વાતો કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ તે રીતિક રોશનની એકદમ નજીક ગઈ અને તેની આંખોમાં આંખો નાંખી જોવા લાગી.તેમણે કહ્યું'તેની આંખો જુઓ'.ત્યાર બાદ શરમાયેલા રીતિકે કહ્યું કે,'હું આ માટે તૈયાર ન હતો'. સોનાની અચાનક જ હરકતથી તે શરમથી પાણી પાણી થઈ ગયો હતો.
તો બીજી તરફ સોનાક્ષીએ અનિલ કપૂરની આંખોમાં પણ આંખો નાંખી હતી.જોકે અહીં તેની દાળ ગળી ન હતી અને સામે અનિલે પણ હસતા હસતા તેની આંખો સાથે આંખો મિલાવી હતી.
આ ઈવેન્ટમાં સોનાક્ષી,રીતિક, અનિલ કપૂર અને અર્જુન સિવાય શાહીદ કપૂર પણ જોવા મળ્યો હતો.
આગળની સ્લાઈડ્સમાં સોનાક્ષી, અનિલ કપૂર, રીતિક રોશન અને શાહીદ કપૂરની તસવીરો