મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લિજેન્ડ એક્ટર શશિ કપૂરનું 4 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. ત્યાર બાદ 5 ડિસેમ્બરના રોજ બપોરના 12 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શશિ કપૂરે વર્ષ 1958માં જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા હતા. શશિ અને જેનિફરના ત્રણ બાળકો થયા હતા. જેમાં કુણાલ કપૂર, કરણ કપૂર અને સંજના કપૂર સામેલ છે. શશિ ટોચના બોલિવૂડ સ્ટાર્સમાંના એક હતા. પરંતુ તેમના ત્રણેય સંતાનોએ ફિલ્મ દુનિયાથી અલગ જ ક્ષેત્રમાં કરિયર બનાવી છે. આજે મોટા ભાગના સ્ટાર કિડ્સ તેમના પેરેન્ટ્સના પગલે ચાલી રહ્યા છે, પણ શશિના સંતાનો આ મામલે કંઈક અલગ કરી રહ્યા છે. જેમાં કરણ કપૂર આજે પોતાના દમ પર ખૂબ ફેમસ થઈ ગયો છે.
'જુનુન'માં મળી એક્ટિંગની તક
એક જમાનામાં શશિ પર લાખો છોકરીઓ ફીદા હતી, પણ તેના જ દિકરાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા મળી નહોતી. શશિએ તેમના દિકરાને બોલિવૂડ લોન્ચીગ માટે મન બનાવ્યું હતું. પરંતુ નસીબે તેમનો સાથ આપ્યો નહોતો. કરણને શ્યામ બેનેગલની ફિલ્મ 'જુનુન' દ્વારા એક્ટિંગ પ્રતિભા બતાવવાની તક મળી હતી. પરંતુ વાત જામી શકી નહોતી. જોકે પિતાના સ્ટારડમના દમ પર તેને ફિલ્મ્સ મળતી રહી હતી.
'સલ્તનત'થી ડેબ્યૂ
તેણે મુકુલ આનંદ નિર્દેશિત 'સલ્તનત' દ્વારા મેનસ્ટ્રીમ સિનેમામાં એન્ટ્રી કરી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. કરણ કપૂરનો લુક એક્ટર જેવો હોવા છતાં નસીબે તેને સાથ આપ્યો નહોતો. ત્યાર બાદ કરણે ફિલ્મ્સમાં કામ કરવાનું બંધ કર્યું હતું. આમ છતાં કરણ પોતાના ફ્લોપ ફિલ્મ કરિયરથી નિરાશ થયો નહી અને પોતાની પ્રતિભાને ઓળખીને ફોટોગ્રાફર બની ગયો.
વિશ્વના ટોચના ફોટોગ્રાફર્સમાં છે સામેલ
આજે કરણ કપૂર વિશ્વના ટોચના ફોટોગ્રાફર્સમાં સ્થાન ધરાવે છે. કરણ પોતાના ફોટોઝનું એક્ઝિબિશન પણ લગાવે છે. ગત વર્ષે કરણે ટાઈમ એન્ડ ટાઈડ નામથી મુંબઈમાં એક પ્રદર્શન યોજ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે આ એક્ઝિબિશન બેંગાલુરુ, નવી દિલ્હી, અમદાવાદ અને જયપુરમાં લગાવશે. આજે કરણની ફોટોગ્રાફીની ચારે બાજુ ચર્ચા છે.
આગળ જુઓ કરણ કપૂરના ફેમિલી સહિતના અંગત ફોટોઝ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.