તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરળ વ્યક્તિની ઇમેજ ધરાવતા હતાં શશિ કપૂર, નહોતા બનવા ઇચ્છતા Star

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ 18 માર્ચ 1938ના રોજ પૃથ્વીરાજ કપૂરના ઘરે કોલકત્તામાં જન્મેલા શશિ કપૂર આજે 79 વર્ષના થયા છે. પ્રિન્સ ચાર્મિંગ તરીકે જાણીતા શશિ કપૂરનું અસલી નામ બલબીર રાજ પૃથ્વીરાજ કપૂર છે. રાઇટર અસીમ છાબરાએ 'શશિ કપૂરઃ ધ હાઉસ હોલ્ડર, ધ સ્ટાર' નામનું પુસ્તક લખ્યુ છે. જેમાં તેમના જીવનની ઝલક જોવા મળે છે. તેમના જીવન પરની બુકમાંથી અહીં કેટલીક વાતો શૅર કરી છે.
 
દાદા સાહેબ ફાળકે પુરસ્કાર
જ્યારે શશિ કપૂરને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં ત્યારે તેના દિકરા કુણાલ કપૂરે આ જાણકારી શશિ કપૂરને આપી હતી. આ ન્યૂઝ સાંભળીને તેમના મોં પર સ્માઇલ હતી અને એક રીતનું આશ્ચર્ય પણ હતું. પુસ્તકમાં કુણાલ કપૂરનો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું છે કે,'દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળવાના ન્યૂઝ સાંભળીને ડેડના ચહેરાનું રિએક્શન એવું કહેતું હતું કે - કોણ હું, ?'
 
પહેલા ઇન્ટરનેશનલ સ્ટારઃ
શશિ કપૂર ભારતના સૌથી પહેલા ઇન્ટરનેશનલ સ્ટાર હતાં. તેમણે 1982માં 'નમક હલાલ' ફિલ્મ કરી હતી તો તે પછીના વર્ષે શશિ કપૂરની હોલિવૂડ ફિલ્મ 'હિટ એન્ડ ડસ્ટ' આવી હતી. જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ નોમિનેટ કરવામાં આવી હતી. 1963થી 1998 વચ્ચે શશિ કપૂરે 10થી પણ વધારે ફોરેન ફિલ્મ્સ કરી હતી.
 
મિલનસાર વ્યક્તિની ઇમેજ
શશિ કપૂર ફિલ્મના સેટ પર ક્લેપ બોયથી લઇે મોટા સ્ટાર્સ સુધીના લોકોને દિલથી મળતા હતાં. આ દરેક વ્યક્તિ સાથે તેઓ એકસરખો જ વ્યવહાર કરતાં હતાં. લોકો સાથે હાથ મેળવીને તેઓ કહેતા હતા કે,'મારૂ નામ શશિ કપૂર છે.' તો કો સ્ટાર નીતૂ કપૂર (નીતૂ સિંહ)એ જણાવ્યું કે,'તેઓ સેટ પર જેન્ટલમેન રીતનો વ્યવહાર કરતાં હતાં. તે મેકઅપ મેન, તેના બાળકો અને દરેક લોકો સાથે વાત કરતા હતા. તેઓ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ હતાં.'
 
નહોતુ બનવું સ્ટાર
-શશિ કપૂરના દીકરા કુણાલ કપૂરે જણાવ્યું કે,'મારા ડેડે ક્યારેય પણ નથી કહ્યું કે તેને સ્ટાર બનવું છે. ઇન્ડસ્ટ્રિમાં અનેક એક્ટર્સ એવા હતાં જે સારૂ કામ કરી રહ્યા હતાં અને તેઓ સ્ટાર બનવા ઇચ્છતા હતાં. પરંતુ મારા ડેડીનો આ પ્લાન ના હતો.'
-ફિલ્મકાર ગોવિંદ નિહલાનીનું કહેવું છે કે,'શશિજી મોટા દિલના છે અને એક અલગ જ પ્રકારની ફિલ્મ્સ બનાવે છે. શશિ જી બિઝનેસમાં ધ્યાન આપતાં હોત તો વધારે સારૂ થાત.' તો દેવ આનંદે કહ્યું હતું કે,'શશિ લોકો પર ખૂબ ભરોસો કરતા હતાં. તેની પર રૂપિયા લગાવતા હતા અને લોકોની પાસે શશિજીની ખુલી ચેકબુક રહેતી હતી. ખૂબ લોકોએ શશિજી સાથે દગો કર્યો હતો.'
 
 
2: શમ્મી કપૂરની જિંદગી પર રઉફ અહેમદ દ્વારા લખેલી બુક 'શમ્મી કપૂરઃ ધ ગેમ ચેન્જર'માં પણ કેટલીક વાતો એવી છે જેમાં શમ્મી કપૂર અને શશિ કપૂર વચ્ચેના રિલેશન વિશે જાણ થાય છે.
 
પ્રોટેક્ટિવ હતાં શશિ સાથેના રિલેશન
-શમ્મી કપૂરે કહ્યું કે,'શશિ કપૂર સાથે મારા રિલેશન ખૂબ જ પ્રોટેક્ટિવ હતા. શશિ મારાથી 7 વર્ષ નાનો હતો અને જ્યારે પણ કોઇ વસ્તુની જરૂર પડતી હતી તે મારી પાસે આવતો હતો.'
-શશિ કપૂરે કહ્યું કે,'રજ્જી(રાજ કપૂર) મારાથી 14 વર્ષ મોટા હતા અને ક્યારેક જ એવું થયું હશે કે હું તેમની પાસે કોઇ કામ માટે ગયો હોય. શમ્મી ઉપર હું ખૂબ જ આશ્રિત રહેતો હતો. ક્યારેય પણ અમને બધાને (હું, મારી બહેન ઉર્મિલા અને કાકાના ભાઇ-બહેન)ને બહાર જવાનું હોય તો અમે શમ્મીને કહેતા હતા અને તેઓ અમને દરેકને આઉટિંગ માટે લઇ જતા હતાં.'
 
શમ્મી કપૂરે આપી હતી એર ટિકિટ
-શશિ કપૂરે આગળ જણાવ્યું હતું કે, 'હું અને જેનિફર એકબીજાની ખૂબ નજીક હતાં ત્યારે શમ્મીએ અમને ખૂબ સપોર્ટ કર્યો હતો. એક વાર તો શમ્મી કપૂરે મને એર ટિકિટ પણ લઇ દીધી હતી. જ્યારે જેનિફર કોલકાતા છોડવાની હતી અને મારે તેને મળવા માટે જવું હતું.'
-શશિ કપૂર, શમ્મી કપૂરને સાંતા ક્લોઝની જેમ માનતા હતાં અને કરિયાણાની દુકાનેથી તેમને જે જોઇતું હોય તે લાવતા હતાં. જેમનું બિલ મહિનાને અંતે શમ્મી કપૂર ચૂકાવતા હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો