કુર્તા-પાયજામામાં Cute લાગ્યો અબરામ, SRKએ આ રીતે સેલિબ્રેટ કરી ઈદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ ઇદ પર શાહરૂખ ખાને દીકરા અબરામ સાથે ફેન્સને શુભેચ્છાઓ પાઠવી હતી. તે મન્નતની બાલ્કનીમાં દીકરા અબરામ સાથે પહોંચ્યો હતો. જ્યાં તેના ફેન્સ રાહ જોઇ રહ્યા હતાં. તેણે દરેકનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. આ તકે શાહરૂખ અને અબરામ બન્નેએ સફેદ કલરના કુર્તા-પાયજામા પહેર્યા હતાં. શાહરૂખ સાથે અબરામે પણ પાપાના ફેન્સને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે શાહરૂખે મીડિયા સાથે પણ વાત કરી હતી.
 
પાર્ટીમાં આવવા માટે માન્યો આભાર
-શાહરૂખે ઇદ પાર્ટીમાં આવવા માટે દરેકનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું કે, "બહાર ખૂબ વરસાદ છે. પરંતુ દિવાળી હોય કે ઇદ મળવાની તક જરૂર મળે છે. આ દિવસે મારા બાળકો પણ આવા કપડા પહેરે છે. મને સારૂ લાગે છે. ઇન્ડસ્ટ્રિમાં મને 25 વર્ષ થઇ ગયા મને હજુ વિશ્વાસ થતો નથી."
-આ ઉપરાંત તેણે કહ્યું હતું કે, "હું મારા ફેન્સનો આભાર વ્યક્ત કરૂં છું. ફેન્સને ઇદ પર મળીને મને સારૂ લાગે છે. ફોટોગ્રાફર્સને એક રીકવેસ્ટ છે કે બાળકોના ફોટોઝ આરામથી લો. ફેન્સને જોઇને ખુબ ખુશી થાય છે."
 
અબરામને પસંદ છે પાપાના ફેન્સને મળવું
-થોડા સમય પહેલા શાહરૂખે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે,"અબરામને મારા ફેન્સ સાથે મળવાનું ખુબ પસંદ છે. જ્યારે પણ કોઇ તક આવે છે અથવા તો ફિલ્મ રીલિઝ થાય છે ત્યારે ફેન્સ મળવા આવે છે. આ દરેકને મળવા માટે અબરામ હંમેશા બાલકનીમાં ઉભો રહેવા માટે તૈયાર હોય છે."
-"જો હું ફેન્સને મળવા માટે મોડું કરું તો અબરામ મને ઉતાવળ કરવા માટે ફોર્સ કરે છે." નોંધનીય છે કે શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' 4 ઓગસ્ટના રોજ રીલિઝ થવાની છે. ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મમાં અનુષ્કા શર્મા શાહરૂખ સાથે લીડ રોલમાં છે."
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી વાંચો શું કહ્યું શાહરૂખે અને જુઓ અબરામના ક્યૂટ Photos....