વરૂણ-શ્રદ્ધા જોવા મળ્યા સ્ટાઈલીશ અંદાજમાં, \'ABCD 2\' માટે કરાવ્યું ફોટોશૂટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન)
મુંબઈ:જુન મહિનામાં રીલિઝ થઈ રહેલી વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર સ્ટારર 'એબીસીડી 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં બન્નેની કેમેસ્ટ્રીને લઈ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. આ રિમો ડિસુઝા નિર્દેશિત 3D ડાન્સ ફિલ્મ ABCDની સિકવલ છે.જોકે ફિલ્મની વાર્તા અલગ છે.
તાજેતરમાં ફિલ્મના મુખ્ય સ્ટાર્સ વરૂણ અને શ્રદ્ધા કપૂર ફિલ્મ માટે ફોટોશૂટ કરતા જોવા મળ્યા હતાં.આ દરમિયાન બન્ને એકદમ સ્ટાઈલીશ લાગતા હતાં.જેમાં વરૂણ શર્ટ અને ટ્રાઉઝર સાથે ફોર્મલ લૂકમાં હતો. જ્યારે શ્રદ્ધા કપૂર રિપ(ચીરાયેલું) જીન્સમાં સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી હતી.
આ સિવાય ફિલ્મનું વધુ એક પોસ્ટર પણ રીલિઝ કરાયું હતું. આ પોસ્ટરમાં શ્રદ્ધા અને વરૂણ સાથે પ્રભુદેવા પણ જોવા મળે છે. પ્રભુએ બન્ને સ્ટાર્સની વચ્ચે ઉભા રહી પોઝ આપ્યો છે.
આગળની સ્લાઈડ્સમાં શ્રદ્ધા અને વરૂણનો સ્ટાઈલીશ અવતાર