તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય માણસના બે ગણા પગાર કરતા મોંઘી સલમાનની Cycle, આમ બની ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ સલમાન ખાનની બીઇંગ હ્યૂમન બ્રાન્ડ ક્લોધિંગ માટે ફેમસ છે. તાજેતરમાં જ આ બ્રાન્ડ હેઠળ સલમાન ખાને ઇ-સાઇકલ લોન્ચ કરી હતી. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે (5 જુન) પર સલમાને આ સાઇકલની રેન્જ લોન્ચ કરી હતી. કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ અતુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે,"સલમાને આ સાયકલમાં અંગત રસ લઇને ડિઝાઇન કરાવી છે. જેમાં સ્ટાઇલ સાથે કમ્ફર્ટનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે."
 
આટલી છે કિંમત
-બીઇંગ હ્યૂમન સાઇકલ BH27 અને BH12 એમ બે મોડેલમાં ઉપલબ્ધ છે. બીઇંગ હ્યૂમન બ્રાન્ડ હેઠળ લોન્ચ થયેલી આ સાઇકલની કિંમત અનુક્રમે 40,323 અને 57,577 રાખવામાં આવી છે.
-બીઇંગ હ્યૂમનની આ ઇ-સાઇકલ હાલ તો મુંબઇમાં અને ઓનલાઇન જ મળી રહી છે પરંતુ કંપની તેને થોડા મહિનાઓમાં અન્ય શહેરમાં પણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવશે.
-બાળકો, મહિલાઓ અને પુરુષ માટે અલગ-અલગ મોડેલ્સની પણ વ્યવસ્થા છે.
 
આ રીતે બની ખાસ
-આ સાઇકલ ઓટોમેટેડ અને મેન્યુઅલ છે. તેમાં નાની રિચાર્જેબલ ઇલેક્ટ્રિક મોટર લાગેલી છે. જેના કારણે તમારે પેડલ મારવાની જરૂર નહીં પડે. તેમજ મેન્યુઅલ મોડમાં ગિયર બદલીને પણ સાઇકલિંગની મજા લઇ શકો છો.
-આ સાથે જ સાઇકલમાં એલઇડી લાઇટ્સ સાથે મેકેનિકલ ડિસ્ક બ્રેક અને એડજસ્ટેબલ ફ્રન્ટ સસ્પેન્શન પણ છે.
-હાલ આ સાઇકલ સફેદ, પીળા, લાલ અને કાળા કલરમાં ઉપલબ્ધ છે પરંતુ આ જ વેરિઅન્ટમાં બીજા કલર પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ સાયકલ મહત્તમ 25 Kmphની સ્પીડ ધરાવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, સલમાનની સાઇકલના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...