Divya Bhaskar

Home » Bollywood » Gossip » Salman Khan And Sajid Nadiadwala Share Good Bonding

સલમાન અને સાજિદની વચ્ચે છે સારું બોન્ડિંગ, આ ફિલ્મનું ટાઈટલ આપ્યું ફ્રીમાં

Divyabhaskar.com | Updated - Nov 16, 2017, 01:01 PM

ફિલ્મ મેકર સાજિદ નડિયાદવાલાની સાથે એક્ટર સલમાન ખાસ સાથે ખૂબ જૂની અને ગાઢ મિત્રતા છે

  • Salman Khan And Sajid Nadiadwala Share Good Bonding

    મુંબઈ : ફિલ્મ મેકર સાજિદ નડિયાદવાલાની સાથે એક્ટર સલમાન ખાસ સાથે ખૂબ જૂની અને ગાઢ મિત્રતા છે. 1997માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘જૂડવા’ માટે પહેલી વખત બન્નેએ એકબીજા સાથે કામ કર્યુ હતુ, તે પછી બન્નેએ ફિલ્મમાં એક સાથે કામ કર્યુ હતુ. બન્ને સાથે છેલ્લી ફિલ્મ 2014માં ‘કિક’ આવી હતી. નિર્માતા અતુલ અગ્નિહોત્રી અને સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ના શીર્ષકની શોધમાં હતા, જે 2014ની દક્ષિણ કોરિયાઈ ફિલ્મ ‘ઓડ ટૂ માય ફાધ’ની રિમેક છે.

    આ ફિલ્મના ટાઈટલનો માલિક સાજિદ હતો અને જ્યારે સલમાને સાજિદને ફોન કર્યો હતો તે તરત જ આ ટાઈટલ સલમાનને આપી દીધું હતુ, કેમ કે સાજિદ જાણતા હતા ફિલ્મની સ્ક્રિપ્ટ પ્રમાણે તે જરૂરી હતુ અને ફરી એક વખત સલમાન અને સાજિદની મિત્રતાના કારણે વિચિત્ર પરિસ્થિત સર્જાતા રહી ગઈ હતી. નજીકના સૂત્રોનું માનીએ તો સલમાન હમેશાથી સાજિદની નજીક રહી છે. તેમની આ મિત્રતા માત્ર વ્યવસાયિક રીત જ નહીં, પરંતુ રિયલ લાઈફમાં પણ ખૂબ જ ગાઢ છે. ત્યાં સુધી કે સાજિદની પત્ની વારદા અને તેના બાળકો સલમાનની ફેમિલીની ખૂબ જ નજીક છે.

    2000માં આવેલી ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને 2004માં આવેલી ‘મુજસે શાદી કરોગી’માં સાજિદ અને સલમાન સાથે કામ કરી ચૂકી છે. થોડા સમય પહેલા જ વરૂણ ધવનની ફિલ્મ ‘જૂડવા 2’માં સલમાન ખાને ખાસ કેમિયો કર્યો હતો.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending