Divya Bhaskar

Home » Bollywood » Gossip » Sairat Hindi Remake Dhadaks First Poster Released Jhanvi Kapoor And Ishaan Khattar

‘સૈરાટ’ની હિન્દી રીમેકનું પોસ્ટર થયું રીલિઝ, શ્રીદેવીની દીકરીની હશે પહેલી ફિલ્મ

Divyabhaskar.com | Updated - Nov 15, 2017, 06:43 PM

શ્રી દેવીની મોટી દીકરી જ્હાનવી કપૂર ‘સૈરાટ’ની હિન્દી રીમેક ‘ધડક’થી ડેબ્યૂ કરી રહી છે.

  • Sairat Hindi Remake Dhadaks First Poster Released Jhanvi Kapoor And Ishaan Khattar

    મુંબઈ : શ્રી દેવીની મોટી દીકરી જ્હાનવી કપૂર ‘સૈરાટ’ની હિન્દી રીમેક ‘ધડક’થી ડેબ્યૂ કરી રહી છે. જ્હાનવીની ઓપોઝિટ આ ફિલ્મમાં શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર જોવા મળશે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર સામે આવ્યું હતુ, જેમાં ઈશાન અને જ્હાનવી એક-બીજાને માથુ અડાડીને, નજર નીચી કરીને ઉભા છે. બીજી તરફ બેકગ્રાઉન્ડમાં ઢળતા સૂરજની સાથે મરુસ્થલ જોવા મળી રહ્યું છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન પ્રોડ્યૂસ કરી રહ્યું છે અને શશાંક ખેતાન આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યાં છે. આવતા વર્ષે 6 જુલાઈ રીલિઝ થઈ રહેલી આ ફિલ્મ જ્હાનવીની પહેલી ફિલ્મ છે, પરંતુ ઈશાનની આ બીજી ફિલ્મ છે. ઈશાનની પહેલી ફિલ્મ ઈરાની ડિરેક્ટર માઝિદ મઝિદીની ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ છે. ઉલ્લેખનીય છે કે ‘સૈરાટ’ મરાઠી બ્લોકબસ્ટર ફિલ્મ છે જે ગત વર્ષે રીલિઝ થઈ હતી. 100 કરોડ ક્લબમાં પહોંચેલી આ પહેલી મરાઠી ફિલ્મ હતી.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending