મુંબઈઃ માત્ર 9 મહીનાની મેટરનિટી લીવ બાદ ફિલ્મ અને જાહેર ખબરના શૂટિંગ્સથી લઈ ફોટોશૂટ્સ અને રેમ્પ પર કમબેક કરનારી કરીનાએ પોતાની કરિયર સાથે સંકળાયેલો એક મોટો નિર્ણય કર્યો છે. તેની આગામી ફિલ્મ 'વીરે દી વેડિંગ'નું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને હવે તેની પાસે કોઈ નવી ફિલ્મ નથી.
દિકરા સાથે કરવા માગે છે સમય પસાર
કરીનાએ જણાવ્યું કે, લોકોએ તેની પાસે હવે તાબડતોબ કામ કરવાની અપેક્ષા રાખવી ના જોઈએ. તેણીએ કહ્યું કે, તૈમુર હજુ ઘણો નાનો છે અને હાલ તે પોતાનો મોટા ભાગનો સમય દિકરા સાથે પસાર કરવા માગે છે. બેબોએ વધુમાં ઉમેર્યું કે, તે એડ ફિલ્મ્સ કરવાનું ચાલુ રાખશે, સાથે સાથે તે અમુક સ્ક્રીપ્ટ્સ પણ વાંચી રહી છે. પરંતુ કોઈ મોટો પ્રોજેક્ટ સાઈન કરવામાં ઉતાવળ કરશે નહીં.
એશે પણ લીધો હતો આવો જ નિર્ણય
ઉલ્લેખનીય છે કે, આવો જ નિર્ણય ઐશ્વર્યા રાય બચ્ચને આરાધ્યાના જન્મ બાદ લીધો હતો. જોકે હવે તે ફિલ્મ્સમાં કમબેક કરી ચૂકી છે. પરંતુ ચાર વર્ષના બ્રેક બાદ જ્યારે તેણે કમબેક કર્યું, ત્યારે તેની બે ફિલ્મ્સ 'જજ્બા' અને 'સરબજીત' બોક્સ પર ફ્લોપ સાબિત થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ્સમાં તે લીડ રોલમાં હતી. ત્યાર બાદ આવેલી મલ્ટી સ્ટારર ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' સુપરહિટ સાબિત થઈ. પરંતુ આ ફિલ્મનું સેન્ટર ઓફ એટ્રેક્શન અનુષ્કા, ફવાદ અને રણબિર કપૂરનો પ્રણય ત્રિકોણ રહ્યો હતો.
'વીરે દી વેડિંગ' થશે 2018માં રીલિઝ
કરીના કપૂરની આગામી ફિલ્મ 'વીરે દી વેડિંગ' 2018માં રીલિઝ થશે. આ ફિલ્મમાં તેના સિવાય સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, શિખા તલસાણીયા અને સુમિત વ્યાસ પણ મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ રેહા કપૂર, એકતા કપૂર અને નિખિલ દ્વીવેદીએ મળીને પ્રોડ્યુસ કરી છે.
આગળ જુઓ કરીના અને તૈમુરના વધુ ફોટોઝ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.