તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'બાર બાર દેખો' એકવાર પણ ના જુઓ, આ કારણોથી બની ખરાબ ફિલ્મ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ આજે નિત્યા મહેરા નિર્દેશિત 'બાર બાર દેખો' રીલિઝ થઈ છે. કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર આ ફિલ્મનું સોંગ 'કાલા ચશ્મા' સુપરહિટ સાબિત થયું હતું. આ સોંગ અને ટ્રેલરને લઈ ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ઘણી આતુરતા જોવા મળતી હતી. જોકે ફિલ્મ જોયા બાદ આ અપેક્ષાઓ પર ઠંડું પાણી રેડાયું હોય એવી હાલત થઈ ગઈ છે. ફિલ્મનું નામ ભલે 'બાર બાર દેખો' પણ એકવાર ના જુઓ તો પણ કંઈ ખાટું મોળુ થશે નહીં. આ પેકેજમાં અમે ફિલ્મ એકવાર પણ ના જોવાના કારણો જણાવી રહ્યા છીએ.

શું છે સ્ટોરી
દિયા કપૂર(કેટરિના કૈફ) અને જય વર્મા(સિદ્ધાર્થ મલ્હોત્રા) એક સાથે જ જન્મે અને ઉછરે છે. સમય જતા જય ગણિતનો પ્રોફેસર અને દિયા પેઈન્ટર બને છે. આ દરમિયાન બન્ને એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરી લે છે. લગ્ન બાદ સ્ટોરી આગળ વધીને તેના પણ સંતાનો સુધી ચાલે છે અને અંતે બન્ને છૂટાછેડા સુધી આવી જાય છે. પરંતુ જય વર્મા આ તમામ વાતોથી અજાણ હોય છે, અને તે વિચારે છે કે, આવું કેમ બન્યું અને ફરીવાર તે જુના સમયમાં જાય છે. તે ટાઈમ ટ્રાવેલમાં જ બધું જોયા કરે છે અને રહેતા રહેતા 46 વર્ષનો થઈ જાય છે.
ટીપીકલ બોલિવૂડ ડ્રામા
ફિલ્મમાં લવસ્ટોરી અને ફેમિલી ડ્રામા બતાવવામાં આવ્યો છે. જેમાં જય અને દિયા લગ્ન કરે છે અને ત્યાર બાદ તેનું ફેમિલી અનેક મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. જય એક વિચિત્ર સ્થિતિમાંથી પસાર થતો રહે છે અને ટાઈમ ટ્રાવેલ કરે છે. તે 2016થી 2023 અને 2034 સુધી ચાલ્યો જાય છે અને તેના ફેમિલીમાં કેવા કેવા પ્રોબ્લેમ છે તે અંગે જાણ્યા કરે છે. જયની પત્ની દિયા નાની ખુશીઓથી ખૂબ ખુશ રહે છે, પણ જય મોટું જ વિચારે છે, તેને તો વેદિક ગણિતમાં રિસર્ચ કરવું હોય છે. તેને સામાજિક વાતો સમજાતી નથી અને બન્ને વચ્ચે એક અંતર આવી જાય છે. ફિલ્મ અનેક ઉતાર-ચડાવમાંથી પસાર થયા બાદ ખાધું પીધું અને રાજ કર્યું સુધી પહોંચે છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો 'બાર બાર દેખો' એકવાર પણ ન જોવાના વધુ કારણો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો