તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

\'બેફિક્રે\'ના છઠ્ઠા પોસ્ટરમાં પણ રણવીર-વાણીની કિસ, સોંગ પણ થયું રીલિઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ હાલ વાણી અને રણવીરસિંહ ઈમરાન હાશ્મીનું સ્થાન લઈ લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. તેઓ એક ફિલ્મમાં જ સીરિયલ કિસર બની ગયા છે. જ્યારથી આદિત્ય ચોપરા નિર્દેશિત 'બેફિક્રે'ના પોસ્ટર્સ આવવાના શરૂ થયા છે ત્યારથી આપણે રણવીર અને વાણીને કિસ કરતા જોઈએ છીએ. તેમાં માત્ર લોકેશન સિવાયનું બીજું કંઈ પણ બદલાયું નથી. આજે આ ફિલ્મનું છઠ્ઠું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે અને તેમાં પણ રણવીર અને વાણી હોઠની કસરત કરતા જોવા મળે છે. પોસ્ટરની સાથે સાથે ફિલ્મનું પહેલું સોંગ 'લબો કા કારોબાર' પણ રીલિઝ કર્યું છે. આ સોંગમાં રણવીર અને વાણી નહીં પણ વિદેશી કપલ્સ જોવા મળે છે. સોંગની ખાસ વાત તો એ છે કે, તેઓ આખા સોંગ્સમાં માત્ર અને માત્ર કિસ જ કરતા રહે છે.
રણવીરનું ટ્વિટ
સોંગ અને પોસ્ટર ટ્વિટ કરતા રણવીરે લખ્યું કે,''What were all those kissing posters about? The answer is #LabonKaKarobaar. Watch Carefree''
9 ડિસેમ્બરે થશે રીલિઝ
'બેફિક્રે'ના પોસ્ટર્સમાં એક બાબત સામાન્ય છે, અને તે એ કે રણવીર અને વાણી કિસ કરતા અટકતા નથી. એક બાદ એક પાંચ પોસ્ટર્સ આવ્યા બાદ રણવીરે આજે(9 સપ્ટેમ્બ)છઠ્ઠુ પોસ્ટર ટ્વિટર કર્યું હતું. 9 ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ રહેલી આ ફિલ્મનું શૂટિંગ ફ્રાન્સમાં કરવામાં આવ્યું છે.
આગળની સ્લાઈડ્સમાં 'બેફિક્રે'ના પાંચ પોસ્ટર્સની તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો