B'day: રજનીકાંતનો જમાઇ છે ધનુષ, બે વર્ષ મોટી ઐશ્વર્યા સાથે કર્યા લગ્ન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: ઐશ્વર્યા અને ધનુષ)
મુંબઇ: 'કોલાવરી ડી' ગીત દ્વારા રાતો-રાત ચર્ચામાં આવેલ અભિનેતા ધનુષ 32 વર્ષનો થઇ ગયો છે. ધનુષનો જન્મ 28 જુલાઇ, 1983ના રોજ ચેન્નઇમાં થયો હતો. ધનુષનું અસલ નામ વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજા છે. તે સાઉથ સિનેમાના પ્રસિદ્ધ ડિરેક્ટર કસ્તૂરી રાજાનો પુત્ર છે.
લગભગ 16 વર્ષની ઉંમરે તેણે પિતાના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'થુલ્લુવાધો ઇલામાઇ'થી એક્ટિંગ ક્ષેત્રે પગ મૂક્યો હતો. સાઉથ ફિલ્મ્સની સાથે-સાથે તેણે 'રાંઝણા' અને 'શમિતાભ' જેવી બોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.
ઐશ્વર્યા સાથે પહેલી મુલાકાત
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દિકરી ઐશ્વર્યા સાથે ધનુષે નવેમ્બર, 2004માં લગ્ન કર્યા હતા. બન્નેની પહેલી મુલાકાત ધનુષની ફિલ્મ 'કાધાલ કોન્દેં'ના સ્પેશિયલ સ્ક્રિનિંગ દરમિયાન થઇ હતી. ફિલ્મમાં ધનુષનું પર્ફોમન્સ જોઇ ખુશ થઇને ઐશ્વર્યાએ તેને બુકે મોકલ્યો હતો અને સંપર્કમાં રહેવા માટે કહ્યું હતું. એક વર્ષ પછી તેમણે લગ્ન કરી લીધા. ઐશ્વર્યા, ધનુષથી બે વર્ષ મોટી છે.
સ્કૂલ વખતનો પ્રેમ
16 વર્ષની ઉંમરે ધનુષ એક યુવતીને દિલ દઇ બેઠો હતો. દુર્ભાગ્યથી 12માં ઘોરણમાં નાપાસ થયા પછી એ યુવતીએ ધનુષ સાથે બ્રેકઅપ કર્યું હતું.
ગરીબ પરિવારમાં જન્મ
ભેલ આજે ધનુષ એક ફિલ્મ માટે કરોડ રૂપિયા ફી લેતો હોય, પણ તેનો જન્મ એક ગરી પરિવારમાં થયો હતો. આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મમાં કામ કરતા પહેલા ધનુષના પિતા કસ્તૂરી રાજા નાના કારખાનામાં કામ કરતા હતા.
છ મિનિટમાં લખ્યા હતા લિરિક્સ
'કોલાવરી ડી' ગીતથી જાણીતા બનેલા ધનુષે આ ગીતના લિરિક્સ માત્ર છ મિનિટમાં લખ્યા હતા. ગીતના રફ રેકોર્ડિંગમાં 35 મિનિટનો જ સમય લાગ્યો હતો.
બોલિવૂડ ડેબ્યૂ
ભલે ધનુષ બરાબર રીતે હિંદી ના બોલી શકતો હોય, પણ તેણે પહેલી બોલિવૂડ દ્વારા જ દર્શકોના દિલ જીત્યા હતા. ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ 'રાંઝણા' દ્વારા ધનુષે વર્ષ 2013માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ વર્ષ તે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'શમિતાભ'માં જોવા મળ્યો હતો.
27 એવોર્ડ્સ
ધનુષ અત્યાર સુધી 39 વખત એવોર્ડ્સ માટે નોમિનેટ થયો છે અને 27 એવોર્ડ્સ જીતી ચૂક્યો છે. વર્ષ 2014માં ફિલ્મ 'રાંઝણા' માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો.
આગળ જુઓ, ધનુષની કેટલીક તસવીરો...