તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

FACTS: 'મુન્નાભાઈ' માટે સંજય નહોતો પહેલી પસંદ,Real સેટ પર શૂટ થયો સીન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ યુ ટ્યુબ ચેનલ ફિલ્મ કમ્પેનિયનની નવી સીરિઝ 'માય ફર્સ્ટ ફિલ્મ'માં ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરાએ ડિરેક્ટર રાજકુમાર હિરાની સાથે ખાસ વાત કરી હતી. 'પીકે' અને 'મુન્નાભાઈ' સીરિઝ માટે લોકપ્રિય રાજકુમાર હિરાનીએ 'મુન્નાભાઈ એમબીબીએસ' સાથે જોડાયેલી વાતો શૅર કરી હતી.

હિરાનીએ આ રીતે બચાવ્યાં 40-50 હજાર રૂપિયાઃ
2003માં આવેલી આ ફિલ્મનું બજેટ 5.5 કરોડ રૂપિયા હતાં. ફિલ્મ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સંભળાવતા હિરાણીએ કહ્યું હતું કે ફિલ્મના એન્ડમાં મુન્નાભાઈ(સંજય દત્ત) તથા સુમન(ગ્રેસી સિંહ)ના લગ્નનો એક ફોટો બતાવવામાં આવ્યો છે. આ એક ફોટોના શૂટિંગ માટે 40-50 હજારનો ખર્ચ કરવો પડે તેમ હતો, તેના માટે હિરાણી તૈયાર નહોતો. પૂનામાં જે જગ્યાએ શૂટિંગ ચાલતું હતું તેનાથી થોડેક જ દૂર એક લગ્નનો હોલ હતો. અહીંયા કોઈકના લગ્ન ચાલતાં જ હતાં અને રાજકુમાર હિરાણીએ અહીંયા શૂટિંગ કરવાની પરમીશન માંગી હતી. મેનેજરે રાતના 10 પછી શૂટિંગ કરી શકશો તેમ કહ્યું હતું.

રિયલ સેટ પર થયું લગ્નનું શૂટિંગઃ
સંજય અને ગ્રેસી સિંહ પેક-અપ કરી ચૂક્યાં હતાં. હિરાણીએ માત્ર એક ફોટો માટે તેમને ત્યાં રોકીને રાખ્યાં હતાં. પહેલાં નક્કી હતું કે 10 વાગે હોલ ખાલી થઈ જશે પરંતુ તેમ થયું નહીં. બંને સ્ટાર્સ લગ્ન ક્યારે પૂરા થાય તેની રાહ જોતાં હતાં. થોડો સમય રાહ જોયા બાદ સંજય દારૂ પીવા લાગ્યો હતો. બે કલાક રાહ જોયા બાદ ફિલ્મની ટીમ શૂટિંગ વેન્યૂ પર ગઈ હતી અને એક ફોટો ક્લિક કરીને પરત ફરી હતી. આમ કરીને રાજુએ 40-50 હજાર રૂપિયા બચાવી લીધા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, ફિલ્મ સાથે જોડાયેલાં આવા જ રસપ્રદ કિસ્સા..)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો