તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકો માટે રોલ શોધતી હતી આ એક્ટ્રેસ, આવી રીતે થઇ બોલિવૂડમાં એન્ટ્રી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જોધપુરઃ બોલિવૂડ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રિ, રાજસ્થાનથી આવેલા અનેક એક્ટર્સે એક્ટિંગની દુનિયામાં નામ મેળવ્યું છે. આ જ કડીમાં સોનમ પટનીનું વધુ એક નામ ઉમેરાયું છે. નોંધનીય છે કે સોનમ રાજસ્થાનમાં રીજનલ સિનેમામાં અનેક ફિલ્મ્સ કરી ચૂકી છે. હવે તેની એક બોલિવૂડ ફિલ્મ પણ શરૂ થઇ છે. તાજેતરમાં જ તેનો મુહૂર્ત શોટ રાખવામાં આવ્યો હતો. આ તકે divyabhaskar.comએ તેની સાથે વાતચીત કરી હતી. તેણે ફિલ્મ્સમાં રોલ મળવાની રસપ્રદ વાત કરી હતી.
બાળકો માટે શોધતી હતી રોલ, પોતે બની એક્ટ્રેસ
-સોનમે divyabhaskar.comને જણાવ્યું કે તે મૂળ શીખ પરિવારની છે. તેના લગ્ન રાજસ્થાનના લાડનૂનાં જૈન પરિવારમાં થયા છે.
-તે મૂળ સિલિગુડી (વેસ્ટ બંગાલ)ની રહેવાસી છે. તેણે ત્યાંથી જ કોન્વેન્ટ સ્કુલમાં શરૂઆતનું શિક્ષણ મેળવ્યું હતું.
-ત્યારબાદ તેણે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તે આશરે 8 ભાષાઓ જાણે છે.
-લગ્ન થયા બાદ ફિલ્મ્સમાં આવનાર સોનમને ત્રણ બાળકો છે. જેમાં એક દીકરી સાથે બે ટ્વિન્સ દીકરાઓ છે.
-સોનમના પતિ એક બિઝનેસમેન છે અને તેને બિઝનેસ સિવાય લખવાનો પણ શોખ છે.
આવી રીતે થઇ બોલિવૂડમાં એન્ટ્રી
-સોનમની એન્ટ્રી બોલિવૂડમાં થઇ એ વાત પણ ઘણી રસપ્રદ છે. હકીકતમાં તે પોતાના ટ્વિન્સ બાળકો માટે ફિલ્મ્સમાં રોલની શોધમાં હતી.
-આ દરમિયાન તે ફેસબુક પર જ અનેક મોટા સાહિત્યકાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રિના તમામ લોકો સાથે સંપર્કમાં આવી હતી.
-બાળકો માટે ફિલ્મ્સની તલાશમાં જ તેને એક રાજસ્થાની ફિલ્મની ઓફર મળી.
-તેને આ ઓફર પસંદ આવી અને આ રીતે તે એક્ટિંગ માટે ગ્લેમર વર્લ્ડમાં પહોંચી
રાજસ્થાની ફિલ્મ્સમાં પણ કર્યું છે કામ
-નોંધનીય છે કે સોનમ અત્યાર સુધી ત્રણ રાજસ્થાની ફિલ્મ્સ કરી ચૂકી છે.
-હવે તે હિંદી ફિલ્મ 'ચાંદી કે સિક્કે'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મ દેશમાં વધતા ભ્રષ્ટાચાર વિશે છે.
-આ ફિલ્મમાં તે એક કોલેજ લેક્ચરરનો રોલ કરી રહી છે.
-આ પહેલા તે 'ધ હેલ' નામની એક શોર્ટ ફિલ્મ અને 'વિશેષ'નામની રાજસ્થાની ફિલ્મ પણ કરી ચૂકી છે.
-નોંધનીય છે કે તેણે રાજસ્થાની ફિલ્મ 'અપાં નૈ તો બેટી બચાણી હૈ'થી ડેબ્યૂ કર્યું હતું. તે કન્યા ભ્રૂણ હત્યા પર આધારિત હતી.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ સોનમ પટાનીના પરિવારના Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો