આલિયાએ અંબાણીની પાર્ટીમાં પહેર્યો સસ્તો અને ટ્રાન્સપરન્ટ ડ્રેસ, આટલી હતી કિંમત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ હંમેશા ડિઝાઈનર અને મોંઘા ડ્રેસ પહેરવા માટે જાણીતો છે. પાર્ટી, ફંક્શન્સ, એવોર્ડ સેરેમની સહિત અન્ય ઈવેન્ટ્સમાં સેલેબ્સ એક એકથી ચડિયાતા ડ્રેસિસમાં જોવા મળે છે. માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં, સ્ટાર કિડ્સ પણ મોંઘા ડ્રેસિસ પહેરવા માટે જાણીતા છે. તો બીજી તરફ તાજેતરમાં અંબાણી દ્વારા હોસ્ટ કરવામાં આવેલી એક પાર્ટીમાં અનેક બોલિવૂડ સેલેબ્સ સાથે આલિયા ભટ્ટ પણ સામેલ થઈ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આલિયા આ પાર્ટીમાં માત્ર 4 હજાર રૂપિયાનું સ્કર્ટ અને ટેંક ટોપમાં જોવા મળી હતી. મલ્ટી કલર હતું સ્કર્ટ

 

આલિયાએ પહેરેલું સ્કર્ટ ટ્રાન્સપરન્ટ અને મલ્ટી કલર હતું. આ લેગ કટ સ્કર્ટ સાથે આલિયાએ બ્લેક કલરનું ટેંક ટોપ પહેરેલું હતું. ઉલ્લેખનીય છે કે, આલિયાની આગામી ફિલ્મ 'રાજી' છે. આ ફિલ્મ 2018માં રીલિઝ થશે. પાંચ વર્ષની કરિયર દરમિયાન આલિયાએ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર'(2012), 'હાઈ વે' (2014), 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાં' (2014), 'શાનદાર' (2015), 'ઉડતા પંજાબ' (2016) સહિત અન્ય ફિલ્મ્સમાં કામ કર્યું છે.

 

આગળ જુઓ આલિયા ભટ્ટના વધુ ફોટોઝ

અન્ય સમાચારો પણ છે...