તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિનો મોરિયાથી અલગ થઈ આ ફેશન ડિઝાઈનર, જાણો કેમ બ્રેક-અપ થયું?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ માટે વર્ષ 2016નું વર્ષ બ્રેક-અપનું વર્ષ કહેવામાં આવે તો ખોટું નથી. કેટરિના-રણબિર, અંકિતા-સુશાંત, ફરહાન-અધૂના, પુલકિત-શ્વેતા, ઓમપુરી-નંદિતા, કરિશ્મા-ઉપેન સહિતના ઘણાં કપલ્સ આ વર્ષે અલગ થઈ ગયા છે. હવે, 'રાઝ'થી લોકપ્રિય થનાર ડિનો મોરિયાએ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નંદિતા મહતાની સાથેના સંબંધો તોડી નાખ્યા છે.

લગ્ન માટે તૈયાર નથી નંદિતાઃ
- છેલ્લાં ઘણાં વર્ષોથી એક્ટર-બિઝનેસમેન ડિનો મોરિયા ફેશન ડિઝાઈનર નંદિતા મહતાનીને ડેટ કરે છે.
- કહેવાય છે કે 15 દિવસ પહેલાં જ બંનેનું બ્રેક-અપ થઈ ગયું. બ્રેક-અપના ગમને ભૂલવા નંદિતા એકલી જ વેકેશન પર ગઈ છે.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લાંબા રિલેશનશીપ બાદ ડિનો હવે નંદિતા સાથે લગ્ન કરવા માંગતો હતો. જોકે, નંદિતા લગ્ન માટે તૈયાર નહોતી. તે હજી આ સંબંધને સમય આપવા માંગતી હતી.
- લગ્નની બાબતને લઈને બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને બંને અલગ થઈ ગયા.

નંદિતા, કપૂર પરિવારની છે નિકટઃ
- નંદિતાના સંબંધો કપૂર પરિવાર સાથે ખાસ રહ્યાં છે.
- કહેવાય છે કે નંદિતાએ પોતાનાથી 10 વર્ષ નાના રણબિર કપૂરને ડેટ કર્યો હતો.
- નંદિતા બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરની પહેલી પત્ની હતી.
- પાંચ વર્ષના લગ્નજીવન બાદ સંજય અને નંદિતાએ 2002માં ડિવોર્સ લીધા હતાં.
- 2003માં સંજય તથા કરિશ્માએ લગ્ન કર્યાં હતાં. આ લગ્નનો અંત 2016માં આવ્યો હતો.

આ એક્ટ્રેસ સાથે જોડાયું છે ડિનોનું નામઃ
- 1999માં આવેલી ફિલ્મ 'પ્યાર મેં કભી કભી'થી ડિનોએ બોલિવૂડ કરિયર શરૂ કરી હતી.
- ડિનોનું નામ કંગના, લારા દત્તા તથા બિપાશા બાસુ સાથે જોડાઈ ચૂક્યું છે.
- 'રાઝ'ના શૂટિંગ સમયે ડિનો તથા બિપાશા વચ્ચેના અફેયરની ચર્ચા થઈ હતી. બંને વચ્ચે 1996થી 2002 સુધી સંબંધો રહ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ડિનો મોરિયા તથા નંદિતા મહતાનીની ખાસ તસવીરો.....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો