તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકન ટોક શોમાં પહુંચી પ્રિયંકા,હોસ્ટને હરાવી જીતી ચિકનની સ્પર્ધા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃહાલમાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ અમેરિકન ફેમસ ટોક શો 'ધી ટુનાઈટ શો સ્ટારિંગ જિમી ફાલન'માં ગઈ હતી. જ્યારે આ શોમાં પ્રિયંકાએ હોસ્ટ જિમી સાથે ચિકન વિંગ્સ ખાવાની સ્પર્ધા કરી હતી. જેમાં પ્રિયંકા જીતી ગઈ હતી. પ્રિયંકાનો આ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.
20 સેકન્ડમાં સ્પર્ધા જીતી પ્રિયંકા
આ શોમાં પ્રિયંકાએ જિમી સાથે ચિકન વિંગ્સની સ્પર્ધા કરી હતી જે માત્ર 20 જ સેકન્ડમાં પ્રિયંકા જીતી હતી. આ વીડિયો 4 માર્ચે શેર કરવામાં આવ્યો હતો. હાલમાં આ વીડિયો 8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકન ટીવી શો 'ક્વાન્ટિકો'થી ચર્ચામાં આવેલી પ્રિયંકા હોલિવૂડ સ્ટાર ધ રોક ડ્વેન જોનસન સાથે ફિલ્મ 'બેવોચ'માં જોવા મળશે. જોકે, પ્રિયંકા તાજેતરમાં ઓસ્કાર એવોર્ડમાં પ્રેઝન્ટર બનીને લાઈમ લાઈટમાં રહી છે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી જુઓ પ્રિયંકાની તસવીરો)
અન્ય સમાચારો પણ છે...