તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે પ્રિયંકા ચોપરાની સૌથી મોટી Fan, પીસીને મળ્યાં બાદ આવ્યા આંખમાં આંસુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ બોલિવૂડમાં સફળતા મેળવ્યા બાદ પ્રિયંકા ચોપરા હોલિવૂડમાં બિઝી છે. હાલ તે તેના કરિયરના સૌથી સફળ તબક્કામાંથી પસાર થઇ રહી છે તેમ છતાં તે પોતાની જાતને જમીનથી જોડાયેલી રાખે છે. આવું તેના એક ફેનની વાત પરથી આવું લાગી રહ્યું છે.
આ છે પ્રિયંકાની મોટી ફેન
-હિમાદ્રી દેવનાથ જે મુંબઇ યુનિવર્સિટીની એક સ્ટુડન્ટ છે. તેની તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા સાથે મુલાકાત થઇ હતી.
-હિમાદ્રી દેવનાથ પોતાને પ્રિયંકાની સૌથી મોટી ફેન ગણાવે છે.
જ્યારે પ્રિયંકા સાથે થઇ મુલાકાત
-હિમાદ્રીએ જણાવ્યું કે,"જ્યારે પ્રિયંકા ફિલ્મ પ્રમોશન માટે આવી હતી ત્યારે મને તેને મળવાની તક મળી હતી. મારી જિંદગીના સૌથી મોટા સ્ટાર સાથે મુલાકાત થઇ હતી. તેને જોઇને મને એટલી ખુશી થઇ કે હું તેની સાથે વાત પણ કરી ન શકી. "
-"તેમણે મને પાસે બેસાડી અને જ્યારે મારી આંખમાં આંસુ આવ્યા ત્યારે મને ટિસ્યૂ પણ આપ્યાં. મેં તેમને કહ્યું કે હું તેમની કેટલી મોટી ફેન છું. હું ખરેખર આવા મોટા સ્ટારને મળીને ખુશ થઇ હતી. મને એ વાતની પણ ખુશી છે કે તેમણે થોડી મિનિટો પણ મારા માટે ફાળવી."
-પ્રિયંકાના બર્થ ડે વિશે તેણે કહ્યું હતું કે,"હા. હું જાણું છું કે તેમનો બર્થ ડે છે. તેમને જિંદગીમાં સફળતા મળે એ માટે હું તેમને શુભેચ્છા પાઠવું છું. તેમજ હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણ તે ખૂબ સારી ફિલ્મ્સ કરે અને મોટા પડદા પર તેના ફેનને સરપ્રાઇઝ આપે."
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો