તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક સમયે PCએ સની સાથે ફોટા માટે કહ્યું હતું NO, હવે જોવા મળ્યા સાથે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ એક સમય હતો જ્યારે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સની લિયોન સાથે ફોટો પડાવવા ઇચ્છતી નહોતી પરંતુ હવે સમય બદલી ચૂક્યો છે. તાજેતરમાં જ ન્યૂયોર્ક ફેશન વીક દરમિયાન સની લિયોન ન્યૂયોર્કમાં પ્રિયંકા ચોપરા સાથે જોવા મળી હતી અને તેની સાથે ફોટો પડાવ્યો હતો.
સનીએ પોસ્ટ કર્યો ફોટો
પ્રિયંકા ચોપરા સાથે કરેલી આ મુલાકાતનો ફોટો સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ ફોટો સાથે તેણે લખ્યું હતું કે Such a nice afternoon with @priyankachopra good times in NYC!! LOVE ;) you are such a doll!
જ્યારે પ્રિયંકાએ કહ્યું હતું- આની સાથે મારો ફોટો ન પાડો
સ્ટાર ગિલ્ડ એવોર્ડ્સ 2015માં પ્રિયંકા ચોપરા પોર્ન સ્ટારથી એક્ટ્રેસ બનેલી સની લિયોન સાથે રેડ કાર્પેટ પર પોઝ આપતી જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા પછી તરત જ સની લિયોને રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. ફોટોગ્રાફર્સે આ બન્ને એક્ટ્રેસને સાથે પોઝ આપવાનું કહ્યું હતું. આ સાંભળતા જ પ્રિયંકાએ કહ્યું હતું કે,"આની સાથે ફોટો ન લો યાર." આ સાંભળીને સની સ્તબ્ધ થઇ ગઇ હતી. જોકે પ્રિયંકા હસી પડી અને ત્યારબાદ સાથે પોઝ આપ્યો હતો.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, પ્રિયંકા ચોપરા અને સની લિયોનના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો