તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ એક્ટ્રેસે બાથટબમાં રિલેક્સ મૂડમાં બતાવ્યો Baby Bump

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ એક્ટ્રેસ સેલિના જેટલી હાલ પ્રેગ્નન્ટ છે. તાજેતરમાં તેણી બેબી બમ્પ ફ્લોન્ટ કરતો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટોમાં તે બાથટબમાં જોવા મળે છે. આ પહેલા પણ સેલિના બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટોઝ શેર કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, સેલિના ટ્વિન્સની મા છે અને આ વખતે પણ તે ટ્વિન્સને જન્મ આપશે. દુબઈમાં રહે છે સેલિના
 
સેલિના પતિ પીટર અને બન્ને બાળકો સાથે દુબઈમાં રહે છે. તે હાલ પોતાનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. જ્યારે તેના બીજીવાર પ્રેગ્નન્ટ થવા પર સમાચાર આવ્યા ત્યારે તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,''કદાચ ભગવાનની મારા પર કૃપા છે કે, તે બીજીવાર મને ટ્વિન્સની મા બનાવી રહ્યા છે. મારો પતિ બેહદ ખુશ છે અને અમે મળીને ચારેય બાળકોનું ધ્યાન રાખીશું. મારી મા મને હંમેશા સલાહ આપતી કે, દુનિયામાં કોઈપણ પરફેક્ટ નથી. પરંતુ એવા ઘણા રસ્તા છે જેના દ્વારા તમે સારા પેરેન્ટ્સ બની શકો છો. ''
 
ફિલ્મ કરિયર
સેલિનાએ 2011માં બિઝનેસમેન પીટર હોગ સાથે લગ્ન કર્યા હતા. પોતાની કરિયરની શરૂઆત ફિલ્મ 'જાનશીન' (2003)થી કરી હતી. આ સિવાય તેણે 'ખેલ' (2003), 'સિલસિલે' (2004), 'નો એન્ટ્રી' (2005), 'હે બેબી' (2007), 'ગોલમાલ રિટર્ન્સ' (2008)સહિત અન્ય ફિલ્મ્સમાં કામ કર્યું છે. સેલિના 2001માં મિસ ઈન્ડિયા બની હતી.
 
આગળ જુઓ સેલિના જેટલીના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...