તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ છે રેપર રફ્તારની ભાવિ પત્ની, જાણો કોણ છે ઈન્ડિયાના ટોપ 10 Rappers

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ પોતાના શાનદાર અવાજથી લોકોના દિલ પર રાજ કરનારા રેપર દિલીન નાયર ઉર્ફે રફતાર લગ્ન કરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રફ્તાર ફેમસ ટીવી એક્ટર કુણાલ અને કરણ વોહરાની બહેન કોમલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. એક્ટર કુમાલ ટીવી શો 'બ્રહ્મરાક્ષસ'માં કામ કરી રહ્યો છે, જ્યારે તેનો બીજો ભાઈ કરણ વોહરા મિસ્ટ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂક્યો છે. કરણ હાલ ટીવી શો 'જિંદગી કી મહક'માં જોવા મળી રહ્યો છે. 1 ડિસેમ્બરના રોજ કરશે લગ્ન
રિપોર્ટ્સ મુજબ, રફ્તાર અને કોમલની 28 નવેમ્બરના રોજ સગાઈ થશે. જ્યારે બન્ને 1 ડિસેમ્બરના રોજ લગ્ન બંધનમાં બંધાશે. સગાઈ અને લગ્ન બન્ને કાર્યક્રમ દિલ્હીમાં યોજાશે. રફ્તાર મુજબ, તે કોમલને છેલ્લા પાંચ વર્ષથી ઓળખે છે.
આમ તો, રેપ સોંગ અને મ્યૂઝિક ઈન્ડિયામાં ખૂબ પસંદ કરવામાં આવે છે. આ કારણે ભારતમાં રેપરની કરિયર ઘણી સારી છે. દેશના ફેમસ રેપર્સની વાત કરીએ તો તેમાં હનિસિંહ, બાદશાહ, જૈજી બી, હાર્દ કૌર અને બોહેમિયા સહિત અનેક નામ સામેલ છે. આ પેકેજમાં ફેમસ રેપર્સ અંગે પણ જણાવી રહ્યા છીએ.
આગળની સ્લાઈડ્સમાં જાણો કોણ છે રફ્તારની ભાવિ પત્ની અને ઈન્ડિયાના ટોપ 10 રેપર્સ અંગે
અન્ય સમાચારો પણ છે...