પાકિસ્તાનીઓ જોવા માગે છે 'વેલકમ ટૂ કરાચી'

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: જેકી ભગનાની અને લૌરેન સ્ટારર આગામી ફિલ્મ 'વેલકમ ટૂ કરાચી' પાકિસ્તાના પણ રીલિઝ થશે.હાલ અટકળો ચાલી રહી છે કે,પાકિસ્તાનને ફિલ્મમાં કંઈક વાંધાજનક હોવાનો અહેસાસ થાય છે.
દિવ્યભાસ્કર.કોમ સાથેની વાતચીતમાં ફિલ્મના નિર્દેશક આશિષ આર મોહને આ અફવાને બકવાસ ગણાવી હતી.તેમણે કહ્યું હતું કે,'આ સમાચાર ખોટા છે. વાસ્તવમાં થોડાં દિવસ પહેલા જ હું પાકિસ્તાનમાં હતો અને ફિલ્મને અદભૂત પ્રતિસાદ મળ્યો હતો.તેઓ ફિલ્મ જોવા માગે છે'
આશિષે તેમની વાત પુરી કરતા કહ્યું કે, 'હાલ અમે તેના સેન્સર બોર્ડને ફિલ્મ બતાવી છે અને આશા છે કે તે દિવસ જે ફિલ્મ રીલિઝ થાય.ત્યાંના લોકોને ટ્રેલર પણ ખૂબ ગમ્યું છે.ફિલ્મ સારા હ્યુમર પર બનાવવામાં આવી છે.ફિલ્મમાં તેને વાંધાજનક લાગે એવી અપમાન કરતી કોઈ વાત નથી.મને ખાતરી છે કે તેમને ફિલ્મ ગમશે'.