લગ્ન પહેલા મીરાએ શાહિદ સાથે આ અંગે ક્યારેય નહોતી કરી વાત, પતિએ ખોલ્યું સિક્રેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નને દોઢ વર્ષ થઈ ગયું છે. આ દરમિયાન તેના ફેમિલી પ્લાનિંગના ટાઈમિંગથી લઈ કમ્પેટિબિલિટી સુધીની વાતો મીડિયામાં આવી ચૂકી છે. આમ તો સૌ કોઈ જાણે છે કે, તેમની મુલાકાત એક સત્સંગ દરમિયાન થઈ હતી. પરંતુ કપલે પોતાની ડેટિંગ અને પહેલી મુલાકાત અંગે ક્યારેય વાત કરી નથી. હવે શાહીદે પોતાની અંગત લાઈફનું એક પાનું લોકો સામે ખોલ્યું છે.

 

પહેલી વાતચીત ચાલી હતી 7 કલાક સુધી

એક અગ્રણી અંગ્રેજી વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં શાહિદે કહ્યું હતું કે,''જ્યારે અમારી પહેલી મુલાકાત થઈ ત્યારે મીરા માત્ર 21 વર્ષની હતી અને હું 34 વર્ષનો હતો. તે સમયે તેણીએ હજુ કોલેજ પાસ જ કરી હતી અને હું ફિલ્મ એક્ટર હતો. તે દિલ્હીમાં રહેતી હતી અને હું મુંબઈનો હતો. '' શાશાએ આગળ કહ્યું ''પહેલી મુલાકાત દરમિયાન હું માત્ર એટલું જ વિચારી રહ્યો હતો કે, તેની સાથે શું વાત કરીશ? '' શાહિદે રહસ્ય ખોલતા કહ્યું કે, તે દિવસે બન્નેએ 7 કલાક સુધી વાતચીત કરી હતી. પરંતુ આટલી લાંબી વાતચીતમાં એક ખાસ ટોપિક પર વાત જ થઈ નહોતી.

 

ટોપિક પર ક્યારેય મીરાએ નહોતી કરી વાત

શાહિદ કપૂરે વધુમાં જણાવ્યું કે, લગ્ન પહેલા મીરાએ તેની સાથે ફિલ્મ્સ સાથે જોડાયેલી કોઈ વાત કરી નહોતી. ''મને લાગ્યું તે સ્ટાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રી હલચલ, ફેન ક્રેઝ સાથે સંકળાયેલા સવાલોને લઈ મીરામાં ઉત્સુકતા હશે, પણ એવું કંઈ પણ નહોતું. '' શાહિદ સાથે લગ્ન બાદ ના ઈચ્છતી હોવાછતાં મીરા રાજપૂતને સેલિબ્રિટી સ્ટેટસ મળી ચૂક્યું છે. તે શું પહેરે છે, ક્યાં જાય છે, કેટલા સંતાનોને જન્મ આપશે, ફિલ્મ્સમાં આવશે કે નહીં જેવા અનેક સવાલ તેને સીધા અથવા તો પરોક્ષ રીતે કરે છે.

 

આગળ જાણો શાહિદ કપૂર-મીરાના સંબંધો અંગેની વધુ વાતો

અન્ય સમાચારો પણ છે...