તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાઈના લગ્નમાં આ જાણીતી એક્ટ્રેસે પહેરી 55 લાખની સાડી ને 28 લાખના ઘરેણાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા અવાર-નવાર રેડ કાર્પેટ્સ પર લેવિશ ગાઉનમાં જોવા મળતી હોય છે. તાજેતરમાં જ ઉર્વશી દેહરાદૂનમાં ફોઈના દીકરાના લગ્નમાં જોવા મળી હતી. આ સમયે ઉર્વશીએ 55 લાખ રૂપિયાની સાડી પહેરી હતી. આટલું જ નહીં 28 લાખ રૂપિયાની જ્વેલરીથી લુક કમ્પ્લિટ કર્યો હતો. એટલે કે ઉર્વશીએ 83 લાખ રૂપિયાથી પોતાને સજાવી હતી. ઉર્વશીએ ભારે ભરખમ સાડી તથા જ્વેલરી પહેરીને ડાન્સ પણ કર્યો હતો.

સાત મહિને બની રહી સાડીઃ
ઉર્વશીની આ 40 કિલો ડિઝાઈનર સાડી બનાવતા સાત મહિના જેટલો સમય લાગ્યો હતો. તે ફોઈના દીકરાના લગ્નને લઈ ઘણી જ ઉત્સાહિત હતી. 


હોળી પર થશે ફિલ્મ રીલિઝઃ
ઉર્વશીએ કહ્યું હતું કે તેની ફિલ્મ 'હેટ સ્ટોરી 4' હોળી પર રીલિઝ થશે. આ ફિલ્મમાં તેણે વુમન સેન્ટ્રિકનો રોલ પ્લે કર્યો છે. 


(જુઓ, ઉર્વશી રાઉતેલાની ખાસ તસવીરો....)

અન્ય સમાચારો પણ છે...