શ્રીદેવી-સનીની દીકરીઓથી લઈ આ અંદાજમાં જોવા મળ્યા સ્ટારકિડ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ શૂટિંગથી લઈ ઈવેન્ટમાં હાજરી આપવાની વ્યસ્તતા વચ્ચે એરપોર્ટથી લઈ મુંબઈના વિવિધ સ્થળે જોવા મળતા રહે છે. 13 ઓગસ્ટના રોજ પણ અનેક સ્ટાર્સ ક્લિક થયા હતા. જેમાં કરીના કપૂર દીકરા તૈમુર અલી ખાન સાથે પાપા રણધીર કપૂરના ઘર પાસે જોવા મળી હતી. આ દરમિયાન તૈમુર લાલ ટી-શર્ટમાં મા બેબોની ગોદમાં જોવા મળ્યો હતો. જ્યારે સની લિયોનનો પતિ ડેનિયલ વેબર પણ દત્તક લીધેલી દીકરી નિશા સાથે કેમેરામાં કેદ થયો હતો. તેમજ 13 ઓગસ્ટના રોજ બર્થ ડેને લઈ શ્રીદેવી તેની બન્ને દીકરીઓ જ્હાનવી અને ખુશી તથા પતિ બોની સાથે ડિનર પર ગઈ હતી.
 
પ્રેગ્નન્ટ એશા અને અક્કી સહિતના સ્ટાર્સ ક્લિક
આ સિવાય પ્રેગ્નન્ટ એશા દેઓલ મા હેમા માલિનીની આલ્બમ લોન્ચ ઈવેન્ટમાં સામેલ થઈ હતી. તેની સાથે પતિ ભરત તખ્તાની પણ જોવા મળ્યો હતો. તેમજ એરપોર્ટની વાત કરીએ તો અક્ષય કુમાર, પ્રિટી ઝિન્ટા, સુશાંતસિંહ રાજપુત અને ગૌહર ખાન સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં મુંબઈમાં વિવિધ સ્થળો પર જોવા મળેલા બોલિવૂડ સ્ટાર્સના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...