તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરદીન, અક્ષય સહિતના આ 6 છે ફેમસ એક્ટ્રેસિસના જમાઇ, કોઇ હિટ, કોઇ ફ્લોપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ બોલિવૂડમાં એવા અનેક સ્ટાર્સ છે જે લોકપ્રિય એક્ટ્રેસિસના જમાઇ છે. જેમાં ફરદીન ખાનનો પણ સમાવેશ થાય છે. 8,માર્ચના રોજ પોતાનો 42મો જન્મદિવસ મનાવી રહેલો ફરદીન પોતાના જમાનાની ફેમસ એક્ટ્રેસ મુમતાઝનો જમાઇ છે. જોકે, મુમતાઝ જેટલી હિટ એક્ટ્રેસ હતી તેટલો પોપ્યુલર તેનો જમાઇ નથી. ફરદીન સિવાય અક્ષય કુમાર, અજય દેવગણ, કૃણાલ ખેમુ સહિત અનેક સેલેબ્સ એવા છે જે ફેમસ એક્ટ્રેસિસના જમાઇ છે. જેમાં કેટલાક હિટ છે તો કેટલાક ફ્લોપ રહ્યા છે.
ફરદીને મુમતાઝની દીકરી નતાશા સાથે લગ્ન કર્યા
ફરદીન ખાનનો જન્મ 8,માર્ચ,1974ના રોજ મુંબઇમાં થયો હતો. તેના પિતા ફિરોઝ ખાને તેને લોન્ચ કરવા માટે 1998માં ફિલ્મ ‘પ્રેમ અગન’ બનાવી હતી. ત્યારબાદ ફરદીને અનેક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. નોંધનીય છે કે તે લાંબા સમય સુધી સિલ્વર સ્ક્રીનથી દૂર રહ્યો છે. તેણે 2005માં 60-70ના દાયકામાં સુપરસ્ટાર મુમતાઝની દીકરી નતાશા સાથે લગ્ન કર્યા હતા.
આજે અમે તમને આ પેકેજમાં એવા સ્ટાર્સ અંગે જાણકારી આપી રહ્યા છે જે ઇન્ડસ્ટ્રીઝમાં સુપરહિટ એક્ટ્રેસિસના જમાઇ છે.
આગળની સ્લાઇડમાં વાંચોઃ આવા જ અન્ય સ્ટાર્સ અંગે
અન્ય સમાચારો પણ છે...