તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે વર્ષમાં પરિણીતીની આવશે પાંચ ફિલ્મ્સ, કોમ્બો ડીલ કરી હોવાની ચર્ચા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ પરિણીતી ચોપરા છેલ્લે 2014માં 'કિલ દીલ'માં જોવા મળી હતી. ત્યાર બાદ દોઢ વર્ષ સુધી પોતાની ફિટનેસ પર કામ કરી હવે નવા સ્લીમ લુકમાં કમબેક કર્યું છે. તે છેલ્લા ઘણા સમયથી 'મેરી પ્યારી બિંદુ'ના શૂટિંગ અને વિવિધ ઈવેન્ટ્સમાં પણ જોવા મળી રહી છે. મીડિયા અહેવાલો મુજબ, તેણે 6 ફિલ્મ્સ સાઈન કરી છે અને તેને 5 ફિલ્મ્સની એક કોમ્બો ડીલની પણ ઓફર છે. પરિણીતી બોલી-આવું બિલકુલ નથી...તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું''પાંચ ફિલ્મ્સની ડીલ! નહીં એવું કંઈ નથી. 'મેરી પ્યારી બિંદુ'નું શૂટિંગ કરી રહી છું. સુશાંત સાથે હોમી અડજાણીયાની ફિલ્મ છે. આ સિવાય બે-ત્રણ ફિલ્મને લઈ વાતચીત ચાલી રહી છે. પરંતુ હાલ તેના અંગે ના તો કોઈ વાત કરી શકું કે ના કોઈ જાહેરાત. ''

દરરોજ કોઈને કોઈ ફિલ્મ અંગે વાતો
સલમાન ખાન સાથે 'દબંગ 3' અને અમુક ડિરેક્ટર્સ સાથે પરિણીતીની મુલાકાતોને લઈ અટકળો થઈ રહી છે. આ અટકળો પર તે કહે છે''આપણે દરરોજ કોઈ ફિલ્મ અંગે વાત કરીએ છીએ, લોકો સાથે મીટિંગ્સ કરીએ છીએ. નિર્દેશકોને મળીએ છીએ. મીડિયામાં એટલી સ્પર્ધા છે કે, અમુકવાર મીડિયાથી ઉતાવળ થઈ જાય છે. ઘણા લોકો પોતાનું પેપર ભરવા માટે અધુરી અને અડધી વાતો લખી દે છે. ''
મીડિયામાં છે ન્યૂઝ બ્રેક કરવાની સ્પર્ધા
''મીડિયામાં ન્યૂઝ પહેલા બ્રેક કરવાની સ્પર્ધા છે. તેમાં ક્યારેક ક્યારેક અમારું નુકસાન પણ થઈ જાય છે. જે ફિલ્મ અમે સાઈન કરી ન હોય તેના સમાચાર આવી જાય છે. જ્યારે વાસ્તવિક જાહેરાત થાય ત્યારે રિપ્લેસ કરવાની અથવા તો ફિલ્મ હાથમાંથી નીકળી ગઈ હોવાના અહેવાલો આવે છે. તેનાથી ઘણીવાર અમારી ઈમેજને અસર થાય છે, પણ આ કામનો જ ભાગ છે તેમ વિચારીને સ્વીકારી લીધું છે. સલમાન ખાન અને અન્ય સ્ટાર્સને અમે પસંદ કરતા હોવાથી મળીએ છીએ''
શું બ્રેક લઈને હાલ સ્પર્ધામાં પાછળ રહી ગઈ હોવાનો અહેસાસ થાય છે?
''હું નોન ફિલ્મી ફેમિલીમાંથી આવું છું. હું સતત છ ફિલ્મ કરી થાકી ગઈ હતી. મારે મારા માટે સમય જોઈતો હવોથી મેં બ્રેક લીધો. હા, એ વાત સાચી કે આપણે થોડો સમય ગુમાવી દઈએ છીએ, લાંબા સમય સુધી શૂટિંગ કરતા નથી. થોડા પાછળ રહી જાય છીએ. તમારે નિર્ણય તો કરવો પડે છે કે, તમારા માટે શું જરૂરી છે. કરિયર જ નહીં, મારી હેલ્થી લાઈફસ્ટાઈલ માટે બ્રેક લેવો જરૂરી હતો. હવે પાછી આવી ગઈ છું, તો ફરી કામમાં લાગી જઈશ. પોતાને વધુ યંગ અને ફ્રેશ ફીલ કરી રહી છું. થોડો સમય દૂર રહેવાથી પેશન વધી જાય છે. હવે વધુ મહેનત કરવા લાગી છું. ''
આગળની સ્લાઈડ્સમાં પરિણીતી ચોપરાની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો