તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ છે બોલિવૂડ સ્ટાર્સના ભાઇ-બહેન, જે લાઇમલાઇટથી રહે છે દૂર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ તાજેતરમાં જ કંગના રનોટ અને તેની મોટી બહેન રંગોલી એક મેગેઝીનના કવર પેજ પર એકસાથે જોવા મળી હતી. રંગોલી કંગનાની બિઝનેસ મેનેજર છે અને તેની ખાસ મિત્ર પણ છે.
એસિડ અટેક સર્વાઇવર છે રંગોલી
રંગોલી એસિડ અટેક સર્વાઇવર છે. તે દુર્ઘટના સમયે કંગનાએ તેને આઘાતમાંથી બહાર કાઢવામાં ભરપૂર મદદ કરી હતી. રંગોલીના લગ્ન થઇ ગયા છે અને તે કંગનાનું તમામ કામ જોવે છે. કંગના કહે છે કે, અમે અન્ય બહેનોની જેમ નાની-નાની વાત પર લડીએ છીએ અને એકબીજા પર ગુસ્સો પણ કરીએ છીએ પરંતુ કોઇ ક્ષણે એકબીજાને મનાવી પણ લઇએ છીએ. કંગનાના નાનો ભાઇ અક્ષિત પણ મીડિયા સામે ભાગ્યે જ આવે છે પરંતુ પોતાની બહેનની તે પૂરી સંભાળ રાખે છે.
બોલિવૂડના Non-popular સ્ટાર્સના Siblings
જે રીતે બોલિવૂડમાં પોપ્યુલર સ્ટાર ભાઇ બહેનો અનેક છે એવી રીતે ઇન્ડસ્ટ્રીઝમાં Non-popular સ્ટાર્સ Siblings ની સંખ્યા પણ ઓછી નથી. શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા, ઐશ્વર્યા રાય બચ્ચન, આલિયા ભટ્ટ, રીતિક રોશન, પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર, બિપાશા બાસુ અને સોનાક્ષી સિન્હા જેવા સ્ટાર્સના ભાઇ-બહેનો અંગે લોકો ખૂબ ઓછું જાણતા હોય છે.
શાહરૂખ ખાન અને શહનાઝ લાલારૂખ
શહનાઝ લાલારૂખ શાહરૂખ ખાનની મોટી બહેન છે. શહનાઝે શાહરૂખને સારા અને કપરા સમયમાં સાથ આપ્યો હતો. માતા-પિતાના નિધન બાદ શહનાઝ ડિપ્રેશનમાં જતી રહી. તે સમયે શાહરૂખે તેની જવાબદારી ઉઠાવી હતી. શહનાઝને કેમેરાની સામે આવવું બિલકુલ પસંદ નથી. તે કોઇ પાર્ટીમાં કે જાહેરમાં પણ ખૂબ ઓછી જોવા મળે છે. શાહરૂખનની બહેન હોવા છતાં તે સાદાઇથી રહેતી હોવાના કારણે તેના નજીકના લોકો તેને પસંદ કરે છે.
આગળની સ્લાઇડમાં વાંચોઃ અન્ય Non-popular સ્ટાર્સના ભાઇ-બહેનો
અન્ય સમાચારો પણ છે...