તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક સમયે સાયકલ પર વેચતા પાપડ, આવી છે 'સુપર 30'ના ફાઉન્ડરની Struggle

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટના: એક સમયે સાઇકલ પર ફરીને પાપડ વેચનાર સુપર 30ના ફાઉન્ડર આનંદ કુમાર પર ફિલ્મ બની રહી છે. તેની બાયોપિક પર કામ ચાલી રહ્યું છે. ફેમસ મેથેમેટિશિયન આનંદનો ફિલ્મ ડિરેક્ટર વિકાસ બહલ અને પ્રોડ્યુસર પ્રીતિ સિંહાએ સંપર્ક કર્યો છે. જુલાઇમાં તેમની વચ્ચે મુલાકાત થવાની છે. આ ફિલ્મનું નામ પણ 'સુપર 30' રાખવામાં આવ્યું છે. સૂત્રોના મતે આ ફિલ્મમાં આનંદ કુમારનો રોલ ફેમસ એક્ટર રીતિક રોશન કરવાનો છે.
 
ફિલ્મ માટે રાખવામાં આવી હતી ત્રણ શરતો
-જાણકારી અનુસાર ફિલ્મમાં આનંદ કુમારની મહેનત તેમજ વર્ષોથી ગરીબ બાળકો માટે તેના પ્રયત્ન વિશે બતાવવામાં આવશે. દેશ-વિદેશમાં ગરીબ બાળકોને આઇઆઇટીમાં મોકલવા માટે ફેમસ આનંદ કુમાર આ ફિલ્મને લઇને અત્યંત ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું કે ફિલ્મના પ્રોડ્યુસર તેમજ ડિરેક્ટરે ફિલ્મ બનાવવા માટે તેનો સંપર્ક કર્યો છે. આ ફિલ્મ માટે ત્રણ શરતો રાખવામાં આવી છે.
-પહેલી શરત એ છે કે એક્ટર તેની પસંદગી અનુસારનો હોય. બીજી શરત એ કે પહેલા તે સ્ક્રિપ્ટ વાંચશે આ પછી જ તે તેનો મત જણાવશે. ત્રીજી શરત અનુસાર મ્યૂઝિક ડિરેક્ટર પણ તેની જ પસંદગીનો રહેશે. આ દરેક બાબતે જુલાઇમાં થનાર મીટિંગમાં ચર્ચા થશે. આ પછી જ દરેક વસ્તુઓ ફાઇનલ થશે. સૂત્રોના મતે આ ફિલ્મમાં આનંદ કુમારનો રોલ રીતિક રોશન કરવાનો છે. આ વાત લગભગ ફાઇનલ થઇ ચૂકી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખાઇ ચૂકી છે.
 
મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે આનંદ
-આનંદ કુમારનું ફેમિલી મિડલ ક્લાસમાંથી આવે છે. તેના પિતા પોસ્ટલ વિભાગમાં ક્લાર્ક હતાં. બાળકોને અંગ્રેજી સ્કૂલમાં અભ્યાસ કરાવી શકાય તેવી તેમની આર્થિક સ્થિતી નહોતી. આથી બાળકોને હિંદી મીડિયમમાં સરકારી સ્કૂલમાં જ અભ્યાસ કરાવ્યો હતો. ગણિત આનંદનો ફેવરિટ વિષય હતો. તે મોટો થઇને એન્જિનિયર અથવા વૈજ્ઞાનિક બનવા ઇચ્છતો હતો.
-12માં ધોરણ પછી આનંદે પટના યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. જ્યાં તેણે ગણિતની કેટલીક ફોર્મ્યુલા તૈયાર કરી હતી. આ પછી આનંદને કેમ્બ્રિજમાં જવાની તક મળી હતી. અહીં તેને મુશ્કેલી એ આવી કે કેમ્બ્રિજ જવા માટે તેમજ રહેવા માટે આશરે 50 હજાર રૂપિયાની જરૂર હતી પરંતુ આનંદ પાસે આટલા રૂપિયા નહોતા.
 
રૂપિયાની વ્યવસ્થા થઇ પણ.....
એવું કહેવાય છે કે જ્યારે કેમ્બ્રિજ જવા માટે આનંદે પિતા પાસે રૂપિયાની વાત કરી તો તેણે પોતાની ઓફિસમાં વાત કરીને વ્યવસ્થા કરી હતી. 1 ઓક્ટોબર 1994ના રોજ આનંદને કેમ્બ્રિજ જવાનું હતું પરંતુ તે પહેલા 23 ઓગસ્ટ 1994ના રોજ તેના પિતાનું અવસાન થયું. ઘરમાં આનંદના પિતા એકલા જ કમાનાર હતાં. તેના કાકા પણ અપંગ હતાં. આથી ઘરની સમગ્ર જવાબદારી આનંદના ખભા પર આવી હતી. આ પછી આનંદ પોતાનો ફેવરિટ વિષય ગણિત ભણાવીને જેમતેમ ઘર ચલાવતાં હતાં. પરંતુ જેટલું તે કમાતો હતો તેનાથી ઘરનો ખર્ચ ચાલતો નહતો. આથી આનંદની માતા ઘરમાં પાપડ બનાવતાં હતાં. આનંદ રોજ સાંજે ચાર કલાક માએ બનાવેલા પાપડ વેચવા માટે સાઇકલ પર ફરતો હતો. ટ્યૂશન અને પાપડ વેચીને થતી કમાણી પર તેમનું ઘર ચાલતું હતું.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવી રીતે શરૂ થઇ સ્કૂલ...
અન્ય સમાચારો પણ છે...