તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ Mystery Girl સાથે જોવા મળ્યો અરબાઝ, જાણો ક્યાં ગાળ્યું વેકેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન હાલ એક મિસ્ટ્રી વુમનને કારણે ચર્ચામાં છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પોતાની એક ફ્રેન્ડ સાથે જોવા મળી રહ્યો છે. અરબાઝ હાલ ગોવામાં છે અને આ તસવીર તેના વેકેશન દરમિયાન ક્લિક કરવામાં આવી છે. તેણે તેની સાથે લખ્યું છે કે,''લવલી યેલો મહેરા સાથે 'ગો વીથ ધ ફ્લો'સુપર લંચ, ગ્રેટ ચેટ અને વન્ડરફુલ ટાઈમ' ''. કોણ છે આ લવલી મહેરા
યેલો મહેરા એક મોડલ કમ રેસ્ટોરર અને ઈન્ટિરીયર ડિઝાઈનર છે. તે ગોવામાં જ રહે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર અરબાઝ સાથે પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં લખ્યું છે કે''આભાર અરબાઝ, પ્યારો સમય, વરસાદને સાંભળવા, વાત કરવા અને સારા ભોજન માટે ''.
તાજેતરના અમુક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મલાઈકાના પાછા ફરવાની ધુંધળી સંભાવનાઓને લઈ અરબાઝે પણ આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે. આથી મલાઈકા દીકરા અરહાન સાથે જ્યાં હોલિ ડે પર ગઈ હતી, ત્યાં જ અરબાઝે એક ગોવા પહોંચી યેલો સાથે સમય વિતાવ્યો.
ફેન્સને લાગી ગર્લફ્રેન્ડ
અરબાઝના ફેન યેલો મહેરાને તેની નવી ગર્લફ્રેન્ડ સમજી રહ્યા છે. જેવી ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર થઈ કે, ફેન્સે અનેક પ્રકારની કોમેન્ટ્સ કરવાની શરૂઆત કરી દીધી. તેમાં કોઈએ તો લખ્યું કે'' 'મલાઈકા બધાથી સારી છે', કોઈએ લખ્યું, 'મલાઈકાથી 100 ટકા સારી', કોઈએ કહ્યું 'મલાઈકા ભાભી જેવી છે'. '' તો કોઈએ લખ્યું 'પત્નીએ છોડી દીધો તો પતિને નવી ગર્લફ્રેન્ડ મળી ગઈ' ''
લાંબા સમયથી ચર્ચામાં છે મલાઈકા-અરબાઝનો અલગાવ
અરબાઝ અને તેની પત્ની મલાઈકા અરોરા ખાનના અલગાવના સમાચાર લાંબા સમયથી મીડિયામાં છવાયેલા છે. બન્નેએ એક સંયુક્ત નિવેદન રીલિઝ કરી કહ્યું હતું કે, તે છ મહિના માટે અલગ રહેશે અને ત્યાર બાદ બાકીના ભવિષ્યને લઈ વિચારશે. એક વેબસાઈટ મુજબ, હવે મલાઈકાએ ઈરાદો બદલ્યો છે અને તે અરબાઝના ઘરે પાછી ફરવા માટે તૈયાર છે. જાણવા મળ્યા મુજબ, મલાઈકાની બહેન અમૃતા અને મા જોયસીએ તેને ખૂબ સમજાવી. તેણે મલાઈકાને કહ્યું કે, લગ્ન જીવનને તૂટતું બચાવવાનો એક પ્રયાસ કરવો જોઈએ. તાજેતરમાં ઈદ દરમિયાન મલાઈકાનું અરબાઝ સાથે જોવા મળવું એવો સંકેત આપે છે કે, બન્ને વચ્ચે બધું ઠીક થઈ રહ્યું છે.
મિસેજમાંથી મિસ અરોરા ખાન બની મલાઈકા!
અહેવાલોનું માનીએ તો મલાઈકા પોતાના નામ આગળથી 'ખાન' સરનેમ હટાવશે નહીં. જોકે તે પોતાના નામ આગળ મિસેજ મલાઈકા અરોરા ખાનને બદલે 'મિસ મલાઈકા અરોરા ખાન' લખશે.

આમ મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લેટર પોસ્ટ કર્યો છે, જેમાં તેને નામ આગળ 'ડિયર મિસ અરોરા ખાન' લખ્યું છે. આ લેટરથી એક સંકેત તો મળે છે કે, તે 'ખાન' સાથે સિંગલ મધર કનેક્શન તો રાખવા માગે છે.
આગળની સ્લાઈડ્સમાં યલો મહેરા અને અરબાઝની તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો