મુંબઇઃ મલાઇકા અને અરબાઝના અલગ થવાના ન્યૂઝ લાંબા સમયથી મીડિયામાં છવાયેલા છે. જોકે, હવે એવા ન્યૂઝ છે કે મલાઇકા અને અરબાઝ વચ્ચે સેપરેશનનો ટૂંક સમયમાં જ અંત આવવાનો છે. હકીકતમાં થોડા મહિનાથી બાળકો સાથે અલગ રહેતી મલાઇકા એકવાર ફરી અરબાઝના ઘરે જઇ શકે છે. ન્યૂઝને સાચા માનવામાં આવે તો મલાઇકા પોતાના નામની સાથેની 'ખાન' સરનેમ નહીં દૂર કરે. જોકે તે પોતાના નામની આગળ મિસિસ મલાઇકા અરોરા ખાનની જગ્યાએ 'મિસ મલાઇકા અરોરા ખાન' લખશે.
મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો આ લેટર
મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક લેટર પોસ્ટ કર્યો છે. જેમાં તેના નામની આગળ 'ડિયર મિસ અરોરા ખાન' લખ્યું છે. આ લેટર તે બાબત તરફ ઇશારો કરે છે કે તે 'ખાન' સાથે કનેક્શન તો રાખવા ઇચ્છે છે પરંતુ સિંગલ મધર તરીકે.
ઇદની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા મલાઇકા અને અરબાઝ
-તાજેતરમાં જ ઇદની પાર્ટી પર સલમાનના ઘરે(ગેલેક્સી એપાર્ટમેન્ટ)માં એક પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં ખાન પરિવારના અનેક મેમ્બર્સ હાજર હતાં. પરંતુ બધાની નજર મલાઇકા અને અરબાઝ પર હતી.
-ફેમિલી ફોટોમાં બન્ને સાથે છે એ તે વાતનો ઇશારો કરે છે કે બન્ને વચ્ચે બધું બરાબર થઇ રહ્યું છે.
જોઇન્ટ સ્ટેટમેન્ટમાં કહી હતી અલગ થવાની વાત
-નોંધનીય છે કે આ પહેલા મલાઇકા અને અરબાઝે એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું હતું કે તે છ મહિના માટે અલગ રહેશે અને ત્યારબાદ આગળના પગલા વિશે વિચારશે.
-એક વેબસાઇટના મતે, હવે મલાઇકાએ પોતાનો વિચાર બદલ્યો છે અને તે અરબાઝના ઘરે પરત જવાની છે.
-જાણકારી અનુસાર મલાઇકાની બહેન અમૃતા અને મા જોયસીએ તેને ખૂબ સમજાવી. તેમણે મલાઇકાને કહ્યું કે લગ્નને ટકાવી રાખવાની એક કોશિશ જરૂર કરવી જોઇએ.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, મલાઇકાએ પોસ્ટ કરેલો લેટર અને અન્ય Photos...