તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 વર્ષ નાની રત્ના સાથે થયા'તાં નસીરુદ્દીનના લગ્ન, આવી છે તેની લવલાઇફ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ આશરે 100થી પણ વધુ ફિલ્મ્સમાં કામ કરીને દેશ-વિદેશમાં પોતાની એક્ટિંગથી ફેમસ થયેલા એક્ટર નસીરુદ્દીન શાહ 66 વર્ષના થયા છે. 20 જુલાઇ 1950ના રોજ જન્મેલા નસીરૂદ્દીન શાહે પોતાના કરિયરની શરૂઆત લોલીવૂડ(પાક.સિનેમા)થી કરી હતી. અનેક નેશનલ અને ફિલ્મફેયર એવોર્ડ્સ જીતી ચૂકેલા નસીરુદ્દીન શાહના ફિલ્મી કરિયર વિશે તો અનેક લોકો જાણે છે પરંતુ તેની પર્સનલ લાઇફ વિશે જોડાયેલી વાતો ઓછા લોકો જાણતા હશે.
આવી છે નસીરુદ્દીનની લવ લાઇફ
-નસીરુદ્દીને 1982માં એક્ટ્રેસ રત્ના પાઠક સાથે લગ્ન કર્યા હતાં. અલગ-અલગ ધર્મની આ જોડી ગત 34 વર્ષથી સાથે છે.
-વાત 1975ની છે જ્યારે રત્ના કોલેજ સ્ટુડન્ટ હતી અને નસીર એફટીઆઇઆઇમાંથી ગ્રેજ્યુએશન કરી રહ્યા હતાં. સત્યદેવ દુબેના ડિરેક્શનમાં બનેલી 'સંભોગ સે સન્યાસ તક' નામના પ્લેમાં તેણે પહેલી વાર રોલ કર્યો હતો. આ પ્લેના રિહર્સલ દરમિયાન જ તેમની પહેલી મુલાકાત થઇ હતી. આ મુલાકાત વિશે રત્નાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,"એ પહેલી નજરનો પ્રેમ ન હતો. દુબેએ જ્યારે અમને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા હતા ત્યારે હું તેમનું નામ પણ જાણી શકી ન હતી. પહેલા દિવસે અમે ફ્રેન્ડ્સ પણ ન હતાં, બીજા દિવસે અમે સાથે ફરવાનું શરૂ કર્યું હતું."
પરિણીત હતા નસીર
રત્નાથી 13 વર્ષ મોટા નસીરના પહેલા લગ્ન પરવીન મુરાદ(મનારા સિક્રી) સાથે થયા હતાં. તે દરમિયાન નસીર 19-20 વર્ષના તો પરવીન 36 વર્ષની હતી. લગ્નના એક વર્ષ બાદ આ જોડીને ત્યાં દીકરી હીબા શાહનો જન્મ થયો હતો. ટૂંક સમયમાં જ પરવીન અને નસીર અલગ થઇ ગયા અને હીબા મા સાથે ઇરાન ચાલી ગઇ.
13 વર્ષ નાની રત્ના સાથે કર્યા લગ્ન
પરવીનથી અલગ થયાનાં થોડા વર્ષો બાદ નસીર અને રત્ના એકબીજાની નજીક આવ્યાં. ઝાકઝમાળભર્યા લગ્નથી તદ્દન ઉલટું આ કપલે સાધારણ રીતે લગ્ન કર્યા. 1982માં જ્યારે રત્નાની મા દીના પાઠકના ઘર પર આ જોડીએ કેટલાક નજીકના લોકોની હાજરીમાં રજીસ્ટ્રર મેરેજ કર્યા હતાં. લગ્નના થોડા સમય પછી નસીરની પહેલી પત્નીની દીકરી હીબા પણ તેમની સાથે જ રહેવા લાગી હતી. હીબાનો ઉછેર પણ નસીર-રત્નાના બન્ને દીકરા ઇમાદ અને વિવાન સાથે થયો.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠકના Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો