તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યારે સુંદર શ્રી પર આવ્યું પરિણીત બોનીનું દિલ, આવી રસપ્રદ છે Love Story

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ જુલાઇમાં રીલિઝ થનાર ફિલ્મ 'મોમ'માં શ્રીદેવી ફરી મોટા પડદા પર જોવા મળશે. બોની કપૂર આ ફિલ્મનો પ્રોડ્યુસર છે. શ્રીદેવી અને બોનીને સાથે કામ કરતા 33 વર્ષ થયા છે. બન્નેની આ જોડીએ અનેક યાદગાર ફિલ્મ્સ આફી છે. બોનીએ જણાવ્યું હતું કે કેવી રીતે એક્ટ્રેસ અને પ્રોડ્યુસરના રિલેશન પતિ પત્નીમાં જોડાયા હતાં. બોની અને શ્રીદેવીના લગ્નને 21 વર્ષ થઇ ચૂક્યા છે. આ પહેલા તે 12 વર્ષથી એકબીજા સાથે સંપર્કમાં હતાં. જ્યારે બોનીને શ્રીદેવી સાથે પ્રેમ થયો ત્યારે તે પરિણીત હતો. શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે બોનીને ખૂબ મુશ્કેલી થઇ હતી.
 
જ્યારે શ્રીદેવીએ બોનીને કહ્યું મારી મોમને  વાત કર
બોનીએ પોતાની લવ સ્ટોરી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શૅર કરી હતી. તેણે જણાવ્યું કે,"હું પહેલીવાર તેને 1984માં મળ્યો હતો. પહેલી જ મુલાકાતમાં તે મને પસંદ પડી હતી. હું તેને ફિલ્મ ''મિ.ઇન્ડિયા' માટે સાઇન કરવા ગયો હતો. પરંતુ ત્યારે તે બીજી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. આ પહેલા તેની એક તામિલ ફિલ્મ જોઇને મેં મારા એક સાથીદારને તેને મળવા માટે ચેન્નાઇ મોકલ્યો હતો. પરંતુ ત્યારે એ સિંગાપુરમાં હતી. હું જ્યારે તેને પહેલીવાર મળ્યો ત્યારે તેની ફિલ્મ 'સદમા' અને 'હિમ્મતવાલા' રીલિઝ થઇ ચૂકી હતી. હું જ્યારે તેને મળ્યો તો મેં બધી વાત કરી પરંતુ તે કહેતી હતી કે મારી મોમ સાથે વાત કરો.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો 9 અઠવાડિયા સુધી ખુલ્લા પગે સિદ્ધિ વિનાયક મંદિર ગઇ હતી શ્રીદેવી...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો