તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશા ભોસલેના નામે છે વધુ ગીત ગાવાનો રેકોર્ડ, 10 વર્ષે કરી'તી શરૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ સુરસામ્રાજ્ઞી આશા ભોસલેને લોકો પ્રેમથી 'આશા તાઇ' પણ બોલાવે છે. આજે 8 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે. સંગીતના ઘરાનાથી સંબંધ રાખનાર આશા ભોસલેની મોટી બહેન લતા મંગેશકર છે. આવો જાણીએ આશા તાઇના જન્મદિવસે તેમની ખાસ વાતો..
પહેલીવાર કોરસમાં આપ્યો હતો અવાજ
-આશા ભોસલેએ વર્ષ 1948માં આવેલી ફિલ્મ 'ચુનરિયા'માં પહેલીવાર કોરસમાં પોતાનો અવાજ આપ્યો હતો. આ ગીતનું નામ 'સાવન આયા રે' હતું. જેમાં ગીતા દત્ત અને જોહરાબાઇ અમ્બલેવાલીએ પોતાનો અવાજ આપ્યો હતો.
-આ ગીતની એક લાઇન 'બહના ખુશ હોકે સગન મનાઇ' આશા ભોસલેએ ગાઇ હતી. ત્યારબાદ 1949માં આવેલી ફિલ્મ 'રાત કી રાની'માં આશા ભોસલેએ પહેલીવાર સોલો સોંગ 'હૈ મોજ મેં અપને બેગાને' ગાયું હતું.
સૌથી વધુ ગીત ગાવાનો રેકોર્ડ
-આશા ભોસલેના નામે સૌથી વધુ ગીત ગાવાનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો છે. તેણે 1943થી લઇને અત્યાર સુધી 12000થી પણ વધારે સોલો,ડ્યૂએટ અને બેકગ્રાઉન્ડમાં પોતાનો અવાજ આપ્યો છે. આશા ભોસલેએ 20થી વધારે ભારતીય અને વિદેશી ભાષાઓમાં ગીત ગાયા છે.
-ભારત સરકારે આશા ભોસલેને વર્ષ 2000માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને 2008માં પદ્મ વિભૂષણ આપીને સન્માનિત કર્યા હતાં.
10 વર્ષથી જ કરી હતી શરૂઆત
-10 વર્ષે જ આશા ભોસલેએ ગીત ગાવાની શરૂઆત કરી હતી. તે પોતાની બહેન લતા મંગેશકર સાથે ગીત ગાવાનો રિયાઝ પણ કરતી હતી.
-આશા ભોસલેએ એકવાર કહ્યું હતું કે,"હું મારા જન્મસ્થાન સાંગલીને ક્યારેય પણ ભૂલી નહીં શકું કારણકે મને હજુ પણ યાદ છે કે મારા માટે દીદી લતા મંગેશકર સ્કૂલમાંથી રજા લેતી હતી જેથી તે મારી સંભાળ રાખી શકે"
-1997માં આશા ભોસલે પહેલી ભારતીય સિંગર બની જેને તેના આલ્બમ 'લેગેસી' માટે ગ્રેમી એવોર્ડ્સ માટે નોમિનેશન મળ્યું હતું.
-14 વર્ષે જ આશા ભોસલેના લગ્ન ગણપત ભોસલે સાથે થયા હતાં પરંતુ આ લગ્ન વધારે વર્ષ ન ચાલ્યા. આશા તાઇએ એ જમાનામાં કઠોર પગલું ભરતાં પોતાના પતિને છોડ્યા હતાં. પતિના મૃત્યુના અનેક વર્ષો બાદ આશા ભોસલેએ ફેમસ સંગીતકાર આર.ડી.બર્મન સાથે બીજા લગ્ન કર્યા હતાં.
ઇન્ડસ્ટ્રિમાં આશાએ બનાવી પોતાની ઓળખ
-આશા ભોસલેએ ઇન્ડસ્ટ્રિમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેમના ગાવાની એક અલગ સ્ટાઇલ છે . જેને કારણે તેને લતા મંગેશકરની બહેનના નામથી નહીં પરંતુ ઉમદા સિંગરથી ઓળખવામાં આવે છે.
-પોતાની બહેન લતા મંગેશકર વિશે આશા ભોસલેએ કહ્યું,"મારી દીદી જેવું કોઇ અન્ય ન થઇ શકે. મને તેના ગીત, તેની સ્ટાઇલ ખૂબ જ પસંદ છે. જ્યારે હું બીમાર હોઉં છું ત્યારે દીદી મારી પાસે હોય છે. હું અને દીદી જ્યારે પણ મળીએ છીએ ત્યારે સંગીત સિવાયની અન્ય બાબતો પર ચર્ચા કરીએ છીએ. તે મારાથી 4 વર્ષ મોટી છે. હું તેનાથી નાની છું અને ક્યારેક તેના પગ પણ દબાઉં છું કારણકે એ તેમને પસંદ છે."
-સિંગિંગ સાથે આશા ભોસલેએ એક્ટિંગ ક્ષેત્રે પણ કામ કર્યું છે. તેણે ફિલ્મ 'માઇ'માં એક નાનો રોલ કર્યો હતો.
આગળ ક્લિક કરી જુઓ આશા ભોસલેના અન્ય Photos.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો