Divya Bhaskar

Home » Bollywood » Gossip » shashi kapoor wife jennifer kendal sold belongings to help husband

આર્થિક તંગીથી આવી પડી'તી મુશ્કેલીઓ, આ વ્યક્તિએ સામાન વેંચી કરી'તી મદદ

Divyabhaskar.com | Updated - Dec 05, 2017, 02:38 PM

60ના દાયકામાં શશિ કપૂરને કામ મળવું બંધ થઈ જતા પોતાની સ્પોર્ટ્સ કાર પણ વેચી દીધી હતી

  • shashi kapoor wife jennifer kendal sold belongings to help husband
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    શશિ કપૂર

    મુંબઈઃ ચહેરાની રોનક, શાહી અંદાજ અને ચાર્મને જોતા જ સૌ કોઈને શશિ કપૂરની યાદ આવી જાય છે. તેના જેવો ચાર્મ આજ સુધી કોઈ પાસે નથી. આજે શશિ કપૂર આપણી વચ્ચેથી ભલે વિદાય લઈ ચૂક્યા હોય પણ, આપણી યાદોમાં તે હંમેશા જીવંત રહેશે.


    લાંબા સમયથી બીમાર હતા શશિ કપૂર

    4 ડિસેમ્બરની સાંજે દુનિયાને અલવિદા કહેનારા શશિનું 79 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. શશિ કપૂરે કોકીલા બહેન ધીરુ ભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, તે ઘણા વર્ષથી કિડનીની બીમારી પીડિત હતા અને ડાયાલિસિસ પર હતા.

    કોઈમાં નથી શશિ કપૂરની આ ખૂબી


    60 અને 70ના દાયકામાં હિન્દી સિનેમા પર રાજ કરનારા શશિ કપૂરે પોતાની કરિયરમાં લગભગ 160 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેમણે ફિલ્મ જગતને બાય બાય કર્યું હતું. પરંતુ તેના જેવો અલગ અંદાજ કોઈમાં જોવા મળ્યો નહીં.

    શશિ કપૂર પોતાના જમાનાના સૌથી વ્યસ્ત સ્ટાર્સમાંના એક હતા. તે એક સાથે 6 થી 7 ફિલ્મ્સમાં કામ કરતા હતા. ઘણીવાર તો તેને મળવું પણ મુશ્કેલ બની જતું હતું.

    પરંતુ એક સમય એવો પણ આવ્યો કે, તેની કરિયરનો ગ્રાફ ઢળવા લાગ્યો હતો.

    પત્નીને વેચવો પડ્યો હતો સામાન

    60ના દાયકામાં એક તરફ જ્યાં તે જમાનામાં શશિ કપૂરે એક બાદ એક હિટ ફિલ્મ્સ આપી હતી. તો બીજી તરફ તે દાયકામાં જ શશિના ખરાબ દિવસો પણ આવ્યા. તે જમાનામાં શશિ કપૂરને કામ મળવું બંધ થઈ ગયું. આ કારણે શશિ કપૂર અને તેના ફેમિલી પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો.

    આ વાતનો ઉલ્લેખ શશિ કપૂરના દિકરા કુણાલ કપૂરે વર્ષો પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. 60ના દાયકાના તે ખરાબ સમયની વાત કરતા કુણાલ કપૂરે કહ્યું હતું કે, ' 60ના દાયકામાં મારા પિતાજીને કામ મળવું બંધ થઈ ગયું. તેમણે પોતાની સ્પોર્ટ્સ કાર પણ વેચી દીધી હતી. અમારી પાસે પૈસા ના હોવાથી માએ પોતાનો સામાન વેચવાનું શરૂ કર્યું.

    તે એવા દિવસો હતા, જેમાં શશિ કપૂર, તેની પત્ની જેનિફર કેન્ડલ અને બાળકોની જિંદગીને બદલીને રાખી દીધી હતી.

    આગળ જાણો શશિ કપૂર અંગેની વધુ રસપ્રદ વાતો

  • shashi kapoor wife jennifer kendal sold belongings to help husband
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    પત્ની જેનિફર સાથે શશિ કપૂર

    70sમાં ફરી ચમક્યો શશિ કપૂરનો સિતારો

     

    જે રીતે દરેક રાત બાદ સવાર જરૂર પડે છે, તે રીતે જ શશિ કપૂરની જિંદગીમાં પણ સૂરજ ફરીથી ચમક્યો. આ 70નો દાયકો હતો. આ જમાનામાં શશિ કપૂરે  'કભી કભી', 'સત્યમ શિવમ સુંદરમ', 'ચોરી મેરા કામ', 'દીવાનગી', 'હીરાલાલ પન્નાલાલ' જેવી અનેક બ્લોક બસ્ટર ફિલ્મ્સ આપી.

     

  • shashi kapoor wife jennifer kendal sold belongings to help husband
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    દિકરા કુણાલ કપૂર સાથે શશિ કપૂર

    રાખીથી લઈ પરવીન બાબીના બન્યા હીરો


    શશિ કપૂરે રાખીથી લઈ ઝિન્નત અમાન, પરવીન બાબી, શર્મિલા ટાગોર અને હેમા માલિની સાથે રોમાન્સ કર્યો. તેની જોડીને તે જમાનાની દરેક હીરોઈન સાથે પ્રશંસા કરવામાં આવી.

     

    આગળ જુઓ શશિ કપૂરના વધુ ફોટોઝ

  • shashi kapoor wife jennifer kendal sold belongings to help husband
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • shashi kapoor wife jennifer kendal sold belongings to help husband
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • shashi kapoor wife jennifer kendal sold belongings to help husband
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પત્ની જેનિફર સાથે શશિ કપૂર
  • shashi kapoor wife jennifer kendal sold belongings to help husband
    પત્ની જેનિફર સાથે શશિ કપૂર
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending